ગરબા જોવા કહી નીકળેલા યુવકનું મોત થતાં ખળભળાટ મચ્યો

0
8

સુરત,તા.૧૩
પાંડેસરા વિસ્તારમાં રહેતો એક યુવક ઘરેથી ગરબા જાવા જઈ રહ્યો હોવાનું કહીંને નીકળ્યો હતો. દરમિયાન મોડી રાત્રે તેની બાઈક અકસ્માતગ્રસ્ત મળી આવી હતી. અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના માથામાં ઈજાના નિશાન છે જ્યારે શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન ન મળી આવતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જાકે, પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં યુવકનું અકસ્માતમાં મોત થયું છે.
પાંડેસરા વિસ્તારમાં રાદેવ ચોક ખાતે મૂળ બિહારના અમરજીતસિંગ શ્રીરાજદેલસિંગ બે ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો. અને ડાઈંગ મીલમાં ફોલ્ડીંગ ખાતાનો કોન્ટ્રાક્ટર હતો. છેલ્લા સાત વર્ષથી અમરજીતસિંગ સુરતમાં રહેતો હતો. ગત રાત્રે નોકરી પરથી ઘરે આવ્યા બોદ કોઈ અજાણ્યાનો ફોન આવ્યો હતો. દરમિયાન અમરજીતસિંગ ગરબા જાવા જવાનું કહી બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન મોડી રાત્રે વેસુ વિસ્તારમાં તેની બાઈક ખજુરીના ઝાડ સાથે અથડાઈ અકસ્માતગ્રસ્ત મળી આવી હતી. અમરજીતસિંગના પાસેથી મળી આવેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. અમે તેને સારવાર અરથે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY