અમદાવાદ,તા.૨૨
અમદાવાદ એરપોર્ટ પર રન-વેને નુકશાન થતા ફ્લાઈટના સમય ખોરવાયા છે. આગામી દિવસોમાં કેટલાક દિવસ સુધી બપોર ૧૧થી ૩ વાગ્યા સુધી એરપોર્ટ પર મેન્ટેનન્સનું કામ થશે. થોડા સમયે અગાઉ જ રન-વે મેન્ટેનનનું કામ છતાં ફરી રન-વેને નુકસાન થયુ છે. જેતી એરપોર્ટ ઓથોરિટીની પોલ ખુલી છે. તો વળી, મુંબઈ-દિલ્હી અને અન્ય શહેરોની ફ્લાઈટના શિડ્યુઅલ બદલાયા છે.
અમદાવાદ એરપોર્ટ પર રનવે બંધ હોવાને કારણે ગુરુવારે બેંગ્લોરથી અમદાવાદ જનારી સ્પાઇસની ફલાઇટને સુરત એપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરાવવાની ફરજ પડી હતી. જા કે સુરત એરપોર્ટ પર ફલાઇટ ૪૦ મિનિટના રોકાણ બાદ અમદાવાદ જવા રવાના થઇ હતી. બેંગ્લોરથી અમદાવાદ જવા માટે સ્પાઇસની ફલાઇટ સવારે ૯- ૪૫ વાગે ઉપડી હતી.
સુરત એરપોર્ટ ડિરેકટર સંજય પાણીગ્રહીએ કહ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર રનવે પર પ્રોબ્લેમ હોવાને કારણે મંગળવારે બેંગલોરથી અમદાવાદ જતી સ્પાઇસની એસઆઇજે ૯૨૨ ફલાઇટ સુરત એરપોર્ટ પર સવારે ૧૧-૨૦ વાગે ઇમરજન્સી લેન્ડીંગ થઇ હતી.અમદાવાદ એરપોર્ટ પરથી ઓકેનું સિગ્નલ મળતા ફલાઇટ ૧૨ વાગે અમદાવાદ જવા રવાના થઇ હતી.
અમદાવાદ એરપોર્ટ પર રન-વેને નુકશાન થતા ફ્લાઈટના સમય ખોરવાયા છે અને હજુ ચાર ફ્લાઈટ અટવાઈ પડી છે. બીજી તરફ, એરપોર્ટ રન-વે ને લઈને એરપોર્ટ ડાયરેક્ટરે ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક માં ડીજીસીએ ના ઉચ્ચ અધિકારી, રન-વે સુરક્ષા અધિકારી, એરપોર્ટ ઓથોરિટીના ટેકિનકલ અધિકારીઓ હાજર છે. રન-વે પર થયેલા નુકસાનના કારણો પર બેઠકમાં મનોમંથન થવાની સંભાવના છે. હાલ પણ ૪ ફલાઇટ અટવાઈ છે. સ્પાઇસ જેટ ની અમદાવાદથી પટના, અમદાવાદ થી ગોવા અનેઈન્ડિગો ની અમદાવાદથી ગોવા, અમદાવાદથી દિલ્હી ઉપડી શકી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



