રાજપીપળા શહેરને અનેક સમયસ્યા ઓથી મુક્ત કરાવવા જાગૃત મહિલાનું આવેદન

0
87

શહેરને ગંદકી,મચ્છર મુક્ત કરવા તેમજ રખડતા ઢોરને પાંજરે પુરવા,તૂટેલા રસ્તાઓની મરામત બાબતે જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન આપ્યું.

રાજપીપળા : રાજપીપળા શહેરમાં પાલિકા તંત્ર પાયાની સુવિધા આપવામાં નિષ્ક્રિય હોય શહેરની કેટલીક જાગૃત મહિલાઓએ તંત્રને જગાડવા આવેદનપત્ર આપ્યું હતું.

રાજપીપળા આરબ ટેકરાના મહિલા અગ્રણી શબાનાબેન આરબ સહિતની મહિલાઓ એ આવેદનપત્ર માં જણાવ્યું જણાવ્યું હતું કે હાલ રાજપીપળા નગરપાલિકા વિસ્તાર માં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે સાથે દુર્ગંધ મારતા પાણીની ગટર લાઇનોની સાફ સફાઈ થતી નથી ઘર કે શેીઓનો સૂકો ભીનો કચરો લેવા નગર પાલિકાના વાહનો પંદર દિવસે આવે છે જેથી નગરમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે એવા સંજોગોમાં નગરમાં મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલાં સાફ સફાઈ માટે યોગ્ય પગલાં લેવામાં આવે,પાણીની લાઈનોમાં વારંવાર ભંગાણ પડે છે તે લાઈનો તાત્કાલિક નવી નાંખે તેમજ મચ્છરોના નાશ માટે પાઉડરનો નિયમિત છંટકાવ કરે સાથે સાથે રાજપીપળામાં ઠેર ઠેર માર્ગો પર ખાડા પડેલા હોય તેને પુરાવામાં આવે,રાજપીપળાના મુખ્યમાર્ગો પર ફરતા ઢોરો ના કારણે અકસ્માત થવાનો ભય રહે છે એ માટે પગલાં લેવાય લોકોના ઘરો માથી સુકો-ભીનો કચરો લઈ જવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે નવદુર્ગા હાઈસ્કૂલ, મંદિર અને નિઝામશાહ દરગાહ પાસેની કચરાપેટી આવેલી છે તે તેમજ શાક માર્કેટ પાસેની કચરાપેટી કે જ્યાંથી સ્કૂલના નાના બાળકો પસાર થાય છે તે કચરાપેટીઓ હટાવવામાં આવે તેવી માંગ કરી હતી.

★…રખડતા જાનવરો માટે અમે પોલીસ સાથે મળી એક્ષન પ્લાન બનાવ્યો છે : ચીફ ઓફિસર 

નગર પાલિકા ચીફ ઓફિસર અમિત પંડ્યા એ આ બાબતે જણાવ્યું કે ચારેક દિવસ પહેલાજ મેં નર્મદા પોલીસ સાથે રખડતા ઢોર બાબતે વાત કરી એક એક્ષન પ્લાન બનાવ્યો છે જેમાં નજીકની પાંજરા પોળમાં આ જાનવરોને સલામત રીતે મોકલી આપવાની તૈયારીઓ કરાઈ છે પરંતુ એક બાદ એક સરકારી કાર્યક્રમો ની વ્યસ્તતા ના કારણે મોડું થયું હોય બે ચાર દિવસમાં આ તકલીફો દૂર થશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY