ચાણસદ ગામના ખેડૂતો બુલેટ ટ્રેન માટે જમીન સંપાદિત કરી

0
5

પાદરા,તા.૨૨
મોદી સરકાર માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે એક ગામે સામે ચાલીને જમીન આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના આ ગામના ખેડૂતોએ રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવાનો નિર્ણય કર્યો છે. પાદરાના ચાણસદ ગામે બુલેટ ટ્રેનનો સહમતિ કરાર સમારોહ યોજાયો હતો. ચાણસદ ગામના ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કર્યા બાદ હવે વિધિવત રીતે જમીન સરકારને સોંપાઇ છે. ચાણસદ એ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે કે જ્યાં ૬૧ ખેડૂતોએ સામે ચાલીને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન માટે સહમતિ આપી છે. મહત્વનું છે કે ચાણસદ એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જન્મસ્થળ છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કહેવાય છે. ૧.૨૦ લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો હાલ પાયો નાખવામાં આવી રહ્યો છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે ૫૦૮ કિમી રૂટ પર ૨૦૨૨ સુધી બેલેટ ટ્રેન ચલાવવાનો ટાર્ગેટ છે. ૧૨ સ્ટેશન ૩૫૦ દ્બર સ્પીડ અને ૩ કલાકમાં યાત્રા પૂરી થશે. મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેનની મેકિસ્મમ સ્પીડ ૩૫૦ કિમી/કલાક રહેશે. હાલ આ નોર્મલ ટ્રેન અંતર કાપતા ૭-૮ કલાકનો સમય લગાવે છે. જા બુલેટ ટ્રેન ૧૨ સ્ટેશનો પર રોકાશે તો ૩ કલાકમાં ૫૦૮ કિમીની યાત્રા પૂરી કરશે. મતલબ એવરેજ સ્પીડ ૧૭૦ કિમી/કલાક રહેશે. જા ૪ જ સ્ટેશનો મુંબઈ અમદાવાદ સૂરત અને વડોદરા પર રોકાશે તો બે કલાકમાં યાત્રા પૂરી કરી લેશો. આવામાં એવરેજ સ્પીડ ૨૫૪ કિમી પ્રતિ કલાક રહેશે. મુંબઈ-અમદાવાદની વચ્ચે ૨૦૨૨ સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવાનુ ટારગેટ છે આ એવી ટ્રેન હશે જે ૫૦૮ કિમીની યાત્રા ત્રણ કલાકમાં પુરી કરશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સામેલ બંને રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂત પોતાની જમીન માટે વધુ વળતરની માંગણી કરી રહ્યા છે. આ વળતર સિવાય બંને રાજ્યોમાં ખેડૂતોએ જમીન માટે શરત મૂકી છે કે સરકાર આ વિસ્તારમાં સામાન્ય સુવિધાઓની સાથો સાથ તળાવ, સ્કૂલ, સોલાર લાઇટ સહિત ગ્રામીણ સ્તર પર હોસ્પિટલ અને ડાકટરની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરે. ઉલ્લેખનીય છે કે ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લગભગ ૧૧૦ કિલોમીટરની સફળ મહારાષ્ટ્રના પલઘરથી પસાર થાય છે અને કેન્દ્ર સરકારને અહીંના ખેડૂતો પાસેથી જમીન લેવામાં પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
બુલેટ ટ્રેન જમીન સંપાદનના વિરોધમાં ચાર જિલ્લાના ખેડૂતોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચાર જિલ્લાના આદિવાસી અને બિનઆદિવાસી ખેડૂતોએ અરજીમાં રજૂઆત કરી છે કે અમારી મરજી અને સંમતિ વિરુદ્ધ અમારા ખેતરોમાં મુકેલા લાલ પથ્થરો હટાવવામાં આવે.
જમીન સંપાદન બાબતે સરકારે માત્ર ખેડૂતોને નહીં પરંતુ રાષ્ટ્રપતિને પણ ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જવાબ આપવા વધુ સમય માંગ્યો હતો પરંતુ હાઇકોર્ટે સમય આપવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી ૨૬ નવેમ્બરે થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY