અમરનાથ શ્રદ્ધાળુ ઉપર હુમલાનો ખતરો : આતંકીઓને શસ્ત્રો મળ્યાં.

0
12

શ્રીનગર,તા. ૩
અમરનાથ યાત્રા ચાલી રહી છે ત્યારે લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા તમામ તૈયારીઓ કરી ચુક્યા છે. પાકિસ્તાન Âસ્થત આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓને એકે ૪૭ અને ગ્રેનેડનો જથ્થો મેળવી ચુક્યા છે. આ ઉપરાંત એન્ટી થર્મલ જેકેટ પણ મેળવી ચુક્યા છે. ઇન્ટેલીજન્સ અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવ્યા બાદ શ્રદ્ધાળુઓ ઉપર ખતરો ટોળાઈ રહ્યો છે. જા કે, વર્તમાન Âસ્થતિમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવામાં આવી છે. ત્રાસવાદીઓ સામે તવાઈ લાવવામાં આવી રહી છે. આ વખતે બીએસએફના સ્થાનિક કમાન્ડરો પણ પરિÂસ્થતિ પર નજર રાખી રહ્યા છે.અહેવાલ મળ્યા છે કે, લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓને હવે હુમલામાં મદદરુપ બને તે માટે પિસ્તોલ, ડિટોનેટર્સ અને રાત્રિ ગાળામાં જાઇ શકાય તેવા સાધનો પણ મળનાર છે. ત્રાસવાદી સંગઠન દ્વારા કાશ્મીરમાં આ હથિયારો મોકલવામાં આવી શકે છે. કાશ્મીર ખીણમાં આશરે ૨૧૦ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે જે પૈકી મોટાભાગના આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરમાં છે. ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે આ વખતે રાખવામાં આવી છે. કોઇપણરીતે ત્રાસવાદીઓ તેમની યોજનામાં સફળ ન થાય તેવા પ્રયાસ પણ થઇ રહ્યા છે. ત્રિસ્તરીય સુરક્ષાના પ્રથમ સ્તરમાં કમાન્ડોને રાખવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસ પણ મદદરુપ થઇ રહી છે. વાર્ષિક અમરનાથ યાત્રા ભારે ઉત્સાહ વચ્ચે ચાલી રહી છે ત્યારે અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડી દેવા અને શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા માટેની યોજના લશ્કરે તોયબા દ્વારા તૈયાર કરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. હુમલાની યોજના હાલમાં કુલગામ ખાતે મળેલી ત્રાસવાદીઓની બેઠકમાં તૈયાર કરવામાં આવી હતી. આ વખતે હુમલાની જવાબદારી લશ્કરે તોયબાના લીડર મોહમ્મદ નાવિદ જટ્ટ ઉર્ફે અબુ હંજાલાને સોંપી દેવામાં આવી છે. તોયબાને હુમલા માટે મોટા પાયે હથિયારો મળનાર છે. અમરનાથ યાત્રામાં પ્રથમ વખત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે યાત્રા માર્ગમાં જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે ૬૦ હજારથી વધુ જવાનોની તૈનાતી કરી છે. આ વખતે યાત્રા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નજર રાખી રહ્યા છે. જેથી ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવાઇ છે. ત્રાસવાદી હુમલાને નિષ્ફળ કરવા માટે એનએસજી કમાન્ડોને પણ મોકલી દેવામાં આવ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY