સ્નેહ ફાઉન્ડેશન અને ડી.સી.એમ.કૉલેજ વિરમગામ સીડબ્લ્યુડીસી વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ
વંદના નીલકંઠ વાસુકિયા –વિરમગામ
15 ઓગષ્ટ 2019ના રોજ ભાઈ બહેન માટે અમુલ્ય તહેવાર એટલે રક્ષાબંધન. આ અમુલ્ય અવસરમાં બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધી અને ભાઈ નાં લાંબા ઉમર ની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેન ની સદા રક્ષા કરશે એ વચન આપે છે. આ અમુલ્ય તહેવાર માં કોઈજ પ્રકારનો ધર્મ કે જ્ઞાતિ નો નથી દરેક ધર્મના લોકો દરેક જ્ઞાતિ નાં લોકો હર્ષ સાથે આ પર્વ ની ઉજવણી કરે છે. જેનાં એક ભાગ રૂપે રક્ષણ માટે આપડી દરેક પરિસ્થિતિમાં અવિરત સેવા આપતાં પોલીસ મિત્રો સાથે સ્નેહ ફાઉન્ડેશન અને ડી.સી.એમ.કૉલેજ વિરમગામ સીડબ્લ્યુડીસી વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનમાં તેમજ રેલ્વે પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી ભાઈઓને બહેનો દ્રારા રાખડી બાંધી અને પવિત્ર રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સીડબ્લ્યુડીસીનાં કન્વીનર ઇલાબેન પટેલ, સ્નેહ ફાઉન્ડેશન નાં પ્રમુખ જનક સાધુ તેમજ સીડબ્લ્યુડીસીની બહેનો અને સ્નેહ ફાઉન્ડેશન નાં મિત્રો તેમજ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા અને રક્ષાબંધન પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




