રાજપીપળા : રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે તાજેતરમાં ડીજીપી ગુ.રા. ગાંધીનગર દ્વારા પ્રોહીબીશન/ જુગારની ડ્રાઇવના
આયોજનના પગલે હિમકર સિંહ, પોલીસ અધિક્ષક,નર્મદાની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવા તેમજ આવા અસામાજીક તત્વો સામે કાયદેસર કરવાના પગલે સી.એમ.ગામીત,પો.સ.ઇ.એલ.સી.બી.નર્મદા તેમના પોલીસ સ્ટાફનાઓએ આજરોજ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાપરા ગામે ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો પત્તા પાનાનો હાર-જીતનો જુગારા રમતા હોવાની ચોક્કસ બાતમી મળતા પો.સ.ઇ. એલ.સી.બી. તથા તેમની ટીમના પોલીસ માણસો દ્વારા નવાપરા ગામે ખુલ્લા ખેતરમાં જુગારની રેઇડ કરતા કુલ-૪ જુગારી ઓ પૈકી(૧) યાકુબભાઇ ઉર્ફે ટપાલી કાયમભાઇ મલેક (ર) ઇમરાન અહેમદભાઇ મલેક બંન્ને રહે.પાનતલાવડી તા.ગરૂડેશ્વર (૩) રવિદાસ વનરાજભાઇ ભીલ રહે.વાજણીતાડ તા.ગરૂડેશ્વર(૪)સંજય વનરાજ ભાઇ ભીલ રહે.ગરૂડેશ્વર તા.ગરૂડેશ્વરને જુગાર રમતા ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂ.૧૦,૨૮૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૩,૦૦૦/- ના મળી કુલ્લે રૂ.૧૩,૨૮૦/-ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તમામ આરોપીઓને અટક કરી ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં સોંપી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનોનોંધવા સારૂ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ઉપરોક્ત આરોપીઓ પૈકી જીલ્લાના જાણીતા જુગારીયાઓ પૈકી(૧) યાકુબ ભાઇ ઉર્ફે ટપાલી કાયમભાઇ મલેક રહે.પાનતલાવડી તા.ગરૂડેશ્વર જે જાણીતો જુગારી હોય તેને પણ જુગાર રમતા રેઇડ દરમ્યાન ઝડપી પાડવામાં આવ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




