લો બોલો આ છે એક જિલ્લા એસઓજી ની કથિત ચાર્ટર કામગિરી !?

0
3153

સામાન્ય સંજોગોમાં રાજ્યના એટીએસ જેવી મોટી એજન્સીઓ સાથે સીધી રીતે સંકલાયેલી તમામ જિલ્લાઓની એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ ચાર્ટર કામગીરી માટે નિયુક્ત કરાતી હોય છે જે જિલ્લાના ચુનંદા પોલીસ કર્મીઓ અને જિલ્લાને નજીક થી જાણનાર અધિકારીઓની આ ટીમમાં નિયુક્તિ થતી હોય છે આ બ્રાન્ચ ની કામગીતી મુખત્વે આતંકવાદ સાથે જોડાયેલા સંગઠન કે વ્યક્તિ શોધવા,ગેરકાયદે હથિયાર રાખવા કે તેનો વ્યાપાર કરનાર વ્યક્તિ શોધવા,નકલી પાસપોર્ટ બનાવનાર કે ધારક ને પકડવા,માદક દવ્યોનો વ્યાપાર શોધવો ને રોકવો,દેશદ્રોહી વ્યક્તિ કે સંસ્થાના કાર્યકરો શોધવા કે ઝડપી પાડવા,પરદેશી નાગરિકો ના બિનઅધિકૃત રોકાણ શોધવા કે તેમને પકડવા ,પ્રતિબંધિત સંસ્થા કે વ્યક્તિઓ પકડવા,પરદેશમાંથી આવતું બિન હિસાબી કાળુનાણું શોધવું કે પકડવું ,હવાલા મારફતે આવતું નાણું પકડવું તેમજ જેતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સોપાયેલ વધારાની કામગીરી બજાવી જિલ્લા પોલીસ ને મદદરૂપ થવું.આતો થઈ એસ ઓ જી ની કામગીરી જે ઘણીજ સંવેદનશીલ છે પરંતુ છેલ્લા કેલાય સમય થી ગુજરાતમાં મામકાઑની નિયુક્તિ અને જિલ્લાના એકજ જગ્યાએ ચીટકી બેસવાની વૃત્તિ ધરાવતા કર્મીઓ વધી ગયા હોય તેમ ચર્ચાય છે જેઓ ચાર્ટર કામગીરી ઓછી ને દારૂ જુગાર ભંગાર ચોરો પર વધુ ધ્યાન આપેછે ને આવા કુકર્મી પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનું મનાય છે

ગુજરાતના એક સંવેદનશીલ, ઉદ્યોગોથી ધમધમતા દરિયા કિનારે આવેલ જિલ્લામાં પણ કંઈક આવુજ ચાલતું હોવાનું ચર્ચાય અને મોટા અખબારમાં ચર્ચાયું .અહીં જિલ્લાનો બહુ ચર્ચિત પોલીસકર્મી વસે છે જે અગાઉ સજાના ભાગરૂપે જિલ્લાફેર બદલી ભોગલી ચુકયો હતો
જેની ભૂતકાળમાં પોલીસ વિભાગમાં તેના જિલ્લામાં કુખ્યાત હાક વાગતી હતી અને જેનું જિલ્લાના અધિકારીઓ સાંભળતા હતા કેમકે ગાંધીછાપ ભેગી કરવામાં માહિર હતો પણ થોડા સમય પહેલા તેની એક જુગરધામમાં સંડોવણી નીકળતા રેંજની ટીમમાંથી બાકાત થવું પડ્યું હતું જેને માત્ર એલસીબી એસઓજી જેવી બ્રાન્ચઓજ જિલ્લામાં કરી હતી જેની આજે પણ તેના જિલ્લાની પોલીસમાં વગ ને આજે પણ તેના નામ પાછળ તેના મળતીયાઓ ભાઈ માનવાચક શબ્દનો પ્રયોગ કરે છે.વાત જાણે એમ છે કે તે મની એક્સચેન્જરો સાથે મિલી ભગત ધરાવે છે અને તેના જિલ્લાનું નામ પણ અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી રોકાયા હોવાનું ખુલ્યું હતું.હાલની ઘટના એવી બને છે બપોરના સમયે રેલ માંરફતે હવાલના પૈસા લઈ ત્રણ કેરિયર આવે છે સ્ટેશન પરજ હવાલા કૌભાંડીઓ લાખોની મસમોટી રકમ લઈ ઉતરે છે અને જાણે એ જિલ્લાના એસોજીના જાંબઝોને ખબર પડી જાય છે કે નાણાં આ ત્રણ છોકરાઓ જે કેરિયર હતા તેમની પાસેજ છે ને એ જિલ્લા એસઓજી જાણે ત્રાટકી હોય તેવું દ્રશ્ય સ્ટેશન પર સર્જાય છે માતબર રકમ પકડી એસઓજી ના જાબાજો તેંમને ઓફિસે લાવે છે પણ તાત્કાલિક એસોજીના એ જુના રિટાયર્ડ કર્મચારી ની ઘંટડી વાગે છે અથવા તે રૂબરૂ આવે છે અને કલાકોમાંજ કથિત હવાલાના કથિત રૂપિયા એસઓજી માટે કથીત પુરાવા ઉભા કરાવડાવી એ નિવૃત્ત કર્મચારીની લાગવગ કે કથિત ભાગ બટાઈ થી ભીનું સંકેલાઇ જાય છે ત્યારે જિલ્લાના પ્રમુખ અખબારે પણ એસોજીની કામગીરી શંકાના દાયરામાં એમ સમાચાર બનાવ્યા .અન્ય સમાચાર પત્રોને માહિતી એમ અપાઈ કે આવુ કૈક છેજ નહીં પણ ચોરી ને છીનાળુ કયારેય વધુ ચાલતું કે ટકતું નથી તેમ શહેરના મીડિયામાં કનાફુસી છે કે કદાચ ચુંમાલિસ લાખ પકડ્યા પણ ચોપડે લેટર પેડ પર લખાવી રકમ ઘટાડાઈ ને જો આમ હોય તો એ વાત પણ પુરાવો છેજ કે ભૂતકાળમાં આવા મહાશયોને કદાચ ખબર પણ હોય કે અમદાવાદમાં આતંકી હુમલો થવાનો હોઈશકે પણ પોતાની વગ ને પરિણામે આતંકીઓને આ જિલ્લામાં શરણું લેવડાવી હુમલો જાણતા હોવા છતાં થવા દીધો હોય તે શંકા કરી શકાય કેમકે આ હવાલા ની રકમો આવતી હોય તેને પકફી મૂળ સુધી પહોંચી ગુન્હેગરોને ઝબ્બે કરવાને કે કરાવવાને બદલે જો કથિત રકમ ઓછી થઈ જતી હોય તો નજીકના ભવિષ્યમાં આવા કોઈ હવાલાના રૂપિયા આતંકવાદી પ્રવૃત્તિમાં નહિ વપરાય તેની ખાતરી શુ? દેશના વડાપ્રધાન એક તરફ આતંકવાદ સામે ઝઝૂમતા હોય પણ કથિત આવી ગાંધીછાપમાજ રસ લેતી પ્રવૃત્તિને છૂપો વેગ મળે તો કથિત આવી પ્રવૃત્તિને પણ છૂપો આતંકવાદ જ કહેવામાં જરાય ખોટું નથી જ્યારે લોકમુખે આવી ચર્ચા હોય ત્યારે જેતે રેન્જના વડા જિલ્લા પોલીસ અધિક્ષક અને રાજ્યની બાહોશ એટીએસે અંગત રસ લઈ ફરીવાર આવી ચર્ચિત ઘટના ન બને તે માટે એકવાર તો આવી ઘટના વાળી એસોજી ટિમ નેજ બરખાસ્ત શા માટે ન કરવી જોઈએ તેમ પ્રમાણિક અધિકારીઓમાં ગણગણાટ અને આવા કથિત કૃત્યો પર ફિટરકાર વરસી રહયો હોવાનું જાણવા મળે છે ત્યારે જોવાનું એ રહે છે કે જેતે જિલ્લા અને રેન્જના મર્દમુછાળા વડા અધિકારીઓ આ ઘટનાની તપાસ કરાવશે કે ઘીના ઠામ માં ઘી જામી જશે એ તો સમયજ બતાવશે

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY