બોટાદના ઝરીયા ગામમા દારૂનું કટીંગ થતુ હોવાનો મેસેજ સોશીયલ મિડિયામાં વાયરલ
દારૂ વેચાતો હોવાના સમાચાર ખાનગી ચેનલમાં પ્રસિધ્ધ થતા પત્રકારને પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી

પોલિસ દ્વારા દારુના વેપારીની અટકાયત કરવાનાં બદલે પત્રકારની અટકાયત કરવામાં આવી
એલ.સી.બી.પી.આઇ.રિઝવી દ્વારા પત્રકારો ઉપર ધાક જમાવવા પત્રકાર સામે કાર્યવાહિ હાથ ધરવામાં આવી!!!
પોલિસની પત્રકારો સામેની આ ધાક જમાવતી ઘટનાને પગલે જિલ્લાના પત્રકાર આલમમાં રોષ
બોટાદના પાળીયાદ પોલિસ સ્ટેશન વિસ્તારના શિરવાણીયા ગામમાં દારૂનુ કટિંગ થતુ હોવા અંગેનો મેસેજ વોટસએપ ગૃપમાં બોટાદ એસ.પી. બોટાદને સંબોધીને ઝરીયા ગામના વ્યક્તિ દ્વારા વાયરલ કરવામાં આવતા બોટાદ જીલ્લા સહિતની પોલિસ હરકતમાં આવી ગઈ હતી ત્યારે દારુનુ વેચાણ કરતા બુટલેગરને પકડવાના બદલે ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારને એલ.સી.બી.પી.આઇ.રિઝવી દ્વારા એલ.સી.બી.ઓફિસ ખાતે બોલાવી અટક કરી નજરકેદ રાખવામાં આવ્યા હતા.જે બનાવને લઈ બોટાદ જિલ્લાના પત્રકાર આલમમાં પોલિસ સામે રોષ ફાટી નિકળયો છે.
બોટાદ જીલ્લા પોલિસની પત્રકારો ઉપર ધાક જમાવવાની ચકચારી બનાવ અંગે મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના પાળીયાદ પોલિસ સ્ટેશન હદ વિસ્તારમાં “ઝરીયા ગામના તળાવના પુલથી શિરવાણીયાના પાટીયા સુધી ખુલ્લેઆમ દેશી ઇગલીશ દારુનુ ખૂલ્લેઆમ વેચાણ”, ” આ છે ગાંધીનું ગુજરાત “, ” ઝરીયામાં ઇગલીશ અને દેશી દારૂના મોટામોટા કટીંગ થાય છે”,”તુરખાથી બોટાદ સુધી ખુલ્લેઆમ દારૂનું કટીંગ થાય છે”,”ઝરીયા હાલમાં મીની દિવ કહેવાય છે”,”શ્રી બોટાદ એસ.પી.મહેતા સાહેબને જાણ કરવાની કે હુ કનુભાઈ ભોજક મારી વાડી ફરતે ખુલ્લેઆમ દારુનું વેચાણ થાય છે માટે આની નોંધ લેવા વિનંતી કરતો મેસેજ આઇ સોનલ કૃપા ગૃપમાં સેન્ડ કરવામાં આવ્યો હતો જે મેસેજ સોશીયલ મિડીયામાં વાયરલ થતા બોટાદ જિલ્લાના ખાનગી ચેનલના પત્રકાર વિજયસિંહ ચુડાસમા દ્વારા આ બાબતના સમાચાર ન્યુઝ ચેનલમાં બ્રેકિંગ સ્વરુપે પ્રસારીત થયા હતા જે બ્રેકિંગ ન્યૂઝ ખાનગી સમાચાર ચેનલમાં પ્રસિધ્ધ થતા જ બોટાદ જિલ્લામાં દારૂનું વેચાણ થતુ હોવાની પોલ ખુલ્લી પાડી દેતા પોલિસ હરકતમાં આવી ગઈ હતી ખાનગી ચેનલમાં સમાચાર પ્રસિધ્ધ થતા જ બોટાદ જિલ્લા પોલિસની આબરુના લીરે લીરા ઉડી ગયાનું ભાન થતા બોટાદ જીલ્લા પોલિસના અમલદારો ઘાંઘા થઈ ગયા હતા અને પોલિસની આબરુના લીરેલીરા ઉડી ગયા હતા.
બોટાદ જિલ્લા પોલિસના આબરુના ધજાગરા ઉડાડી દેતો મેસેજ આઇ મોગલ કૃપા વોટસએપ ગૃપમાં વાયરલ થતા મેસેજ ખાનગી ન્યુઝ ચેનલોમાં સમાચાર પ્રસિધ્ધ કરનાર રિપોર્ટર વિજયસિંહ ચુડાસમા ઉપર ધાક જમાવવા માટે હર્ષદ મહેતા (બોટાદ એસ.પી.) તેમજ એસ.ટી.રિઝવી (એલ.સી.બી.,પી.આઇ) સહિતના પોલિસ કર્મીઓ દ્વારા ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારને એલ.સી.બી. કચેરી ખાતે તા.19/10/2019 ના રોજ બપોરના 3:30 કલાકથી અટકાયત કરી નજરકેદ કરવાના બનાવથી બોટાદ જિલ્લાના પત્રકારોમાં પોલિસની પત્રકારો ઉપર ધાક જમાવવાની કામગીરીથી પોલિસ તંત્ર સામે રોષ ફાટી નિકળયો હતો.
બોટાદ જિલ્લા પોલિસની આબરૂના લીરા ઉડાડતા મેસેજના સમાચાર પ્રસિધ્ધ થતા પોલિસ દારૂ વેચનાર બુટલેગરને પકડવાના બદલે પત્રકારની કલમની તાકાતને દબાવવાના પ્રયાશો બોટાદ જિલ્લાના પોલિસ અમલદારો દ્વારા કરાવવામાં આવી રહ્યા છે ત્યારે બોટાદ જીલ્લા પોલીસના અમલદારોને ખબર જ છે કે દારૂ ક્યાં ? ક્યારે ? કેવી રીતે કોની રાહબરી હેઠળ દારુનો વેપલો ચાલે છે ત્યારે પોલિસ દ્વારા દારુનુ વેચાણ કરતા બુટલેગરોને પકડવાના બદલે ખાનગી ન્યુઝ ચેનલના રિપોર્ટર ઉપર ધાક જમાવવાનો કારસો ઘડી રિપોર્ટરે મોટો ગુનો કર્યો હોય તેવી રીતે અટક કરી નજરકેદ કરવામાં આવતા ના સમાચાર પત્રકાર આલમમાં ફેલાઈ જતા બોટાદ જીલ્લાના તમામ પત્રકારો એસ.પી.કચેરી ખાતે દોડી ગયા હતા અને પોલિસની આ કામગિરીથી રોષ પ્રસરી ગયો હતો.
@ …પત્રકારો પોલિસના ગૃપમાંથી થયા લેફ્ટ
પોલિસ દ્વારા બુટલેગર ઉપર કાર્યવાહિ કરવાનાં બદલે રિપોર્ટરની અટક કરી નજરકેદ કરવામાં આવ્યા હોવાથી પોલિસની પત્રકારો ઉપર ધાક જમાવવાના કારસાના વિરોધમાં બોટાદ પોલિસના તમામ ગ્રુપોમાંથી લેફ્ટ થઈ ગયા હતા.
@ પત્રકારોએ પોલીસના સમાચારોનો બહિષ્કાર કર્યો
બોટાદ જિલ્લામાં દારૂના વેચાણ અંગેના સમાચાર પ્રસિધ્ધ થતા જ પોલીસે બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે રિપોર્ટરની ખોટી રીતે અટક કરવામાં આવતા પત્રકાર આલમ રોષે ભરાયો તેમજ પોલિસના સમાચારોનો બહિષ્કાર કર્યો હતો.
@ :- ટી.એસ.રિઝવી (એલ.સી.બી.પી.આઇ.)દ્વારા પત્રકારો સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરવામાં આવ્યું .
આ બનાવની જાણ થતા જ બોટાદ જિલ્લાના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મિડિયાના પ્રતિનિધિઓ એલ.સી.બી.કચેરી ખાતે દોડી જતા ટી.એસ.રીઝવી દ્વારા પત્રકારો સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરવામાં આવતા પોલિસની કામગીરીને ઉજાગર કરતા મિડિયા કર્મીઓ સાથે પોલિસ દ્વારા ગેરવર્તણુંક કરવામાં આવતા રોષ સાથે ફિટકારની લાગણી પ્રસરી ગઈ હતી.
@ :- પત્રકારનો 5 કલાક બાદ છુટકારો
પોલિસ દ્વારા દારૂની બદીના સમાચાર પ્રસિધ્ધ કરનાર પત્રકારની પોલિસ દ્વારા બપોરના 3:00 કલાકથી અટક કરી નજરકેદ કરવામાં આવ્યા હતા જેનો રાત્રીના 8:00 વાગ્યે છુટકારો થયો હતો.
રિપોર્ટર:-વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




