વૉશિંગ્ટન,તા.૨
તેલ ઉત્પાદક દેશો (ઓપેક)એ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીનો અસ્વીકાર કરીને ક્રૂડ તેલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો હતો જેની અસર ઘણા દેશો સહિત ભારત પર પણ પડવાની શક્યતા છે. તાજેતરમાં વિયેનામાં ઓપેકના સભ્ય દેશોની બેઠક મળી હતી.
અત્યાર સુધી ઇરાન ભારતને જરૂરી તેલનો પુરવઠો પૂરું પાડતું હતું પરંતુ અમેરિકાએ ઇરાન પાસેથી ભારત તેલ લે એેના પર પ્રતિબંધ મૂકતાં એવો દાવો કર્યો હતો કે અમે (અર્થાત્ અમેરિકા) ભારતને જોઇતો પુરવઠો પૂરો પાડશે. પરંતુ અમેરિકી તેલના ભાવ અને પુરવઠા અંગે હજુ બંને દેશોએ અંતિમ નિર્ણય કર્યો નથી. ભારત સરકારે ઇરાનને રૂપિયા દ્વારા ચૂકવણી કરીને તેલ પૂરું પાડવા રાજી કરી લીધું હતું. પરંતુ અમેરિકાએે વચ્ચે પ્રતિબંધ જાહેર કરીને ભારતની મુશ્કેલી વધારી દીધી હતી.
જો કે ભારતના વડા પ્રધાને અમેરિકાને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે દાદાગીરી દ્વારા લેવાતા નિર્ણયો અમે સ્વીકારીશું નહીં. ક્રૂડ તેલની વધી રહેલી કિંમતો અંગે પણ ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે ભારતના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લઇશું.
ઓપેકના નિર્ણયે જો કે ચીનને પણ ટેન્શનમાં મૂકી દીધું હતું કારણ કે ચીન પણ ઇરાન પાસેથી ક્રૂડ ખરીદે છે. ઓપેકે જાહેર કર્યું હતું કે ૨૦૨૦ના માર્ચ સુધીમાં અમે તેલનું ઉત્પાદન ઘટાડી નાખશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





