મહારાષ્ટ્રમાં વધુ એક દુર્ઘટના : પાણી ભરવાની મોટી ટાંકી પડી, ત્રણનાં મોત

0
36

નાસિક,તા.૨
મહારાષ્ટ્રના યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ નાસિકના સાતપુર વિસ્તારના ધ્રુવનગરમાં રહેલી એક વિરાટ જળટાંકી પડી જતાં ઓછામાં ઓછા ત્રણ મજૂરો માર્યા ગયા હતા અને બીજા થોડાકને નાનીમોટી ઇજા થઇ હતી.
હાલ મહારાષ્ટ્રની રાજધાની જેવા મહાનગર મુંબઇમાં ભારે વરસાદે સર્જેલી ખાનાખરાબીના સમાચાર તાજા છે ત્યાં નાસિકની આ દુર્ઘટના બની હતી.
નાસિક પોલીસે જણાવ્યા મુજબ ધ્રુવનગરમાં છેલ્લા થોડા દિવસથી ટાંકીનું કામ ચાલી રહ્યું હતું. આજે સવારે આ ટાંકી ધરાશાયી થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ તરત ત્યાં ધસી ગઇ હતી. હાલ કાટમાળ ખસેડવાના પ્રયાસો ચાલુ છે અને ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY