નેત્રંગના ચંદ્રવાણ ગામના બસસ્ટેન્ડ પાસેના ઝાડ સાથે સ્વીફટ ગાડી અથડાતા વાહનચાલકનું ઘટના સ્થળે મોત

0
80

નેત્રંગ:

નેત્રંગના ચંદ્રવાણ ગામના બસસ્ટેન્ડ પાસેના ઝાડ સાથે સ્વીફટ ગાડી અથડાતા વાહનચાલકનું મોત નિપજ્યુ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ચંદ્રવાણ ગામના બરસ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માત સરજાયો હતો.જેમા મળતી માહિતી મુજબ રાત્રીના અંધકારના સમયે સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલ રુક્ષમણી સોસાયટીમાં રહેતા અને કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતાં દિલીપભાઇ કનુભાઇ સાવલીયા સ્વીફટ ગાડી નં-GJ-05-JD-4999 લઇને કામકાજ પતાવી રાત્રીના અંધકારના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા.જે દરમિયાન નેત્રંગ તરફથી ડેડીયાપાડા રોડ તરફ એક મોટરસાઇકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે પસાર થઇ રહી હતી.જેને બચારવા જતાં આચાનક સ્ટેરિંગ પરો કાબુ ગુમાવવાના કારણે ચંદ્રવાણ બસસ્ટેન્ડ પાસેના ઝાડ સાથે અથડાય હતી.જેથી વાહનચાલક દિલીપભાઇ કનુભાઇ સાવલીયાનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતી,જ્યારે ડ્રાયવર સીટની બાજુમાં બેસેલ અશોકભાઇ રામજીભાઇ પેઠાણીને જમણા પગે ફેકચર અને શીરના ભાગે ઇજાઓ પહોચતા ૧૦૮ એમ્બુલન્સ મારફતે સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ લાવવામાં આવ્યા હતા,પરંતું વધુ સારવારની જરૂર અથઁ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા,જ્યારા સ્વીફટ ગાડીના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા,
જ્યારે બીજી બાજુએ નેત્રંગના ચંદ્રવાણ ગિમ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટશાની જાણ વાયુવેગે પ્રસરતિ ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા,જ્યારે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાયઁવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY