અમેરિકન બાર્ડર પર છેલ્લા છ સપ્તાહમાં ૨૦૦૦ ઈમિગ્રન્ટ બાળકો પરિવારથી છૂટા પડ્યા

0
7

વાશિંગ્ટન,તા.૧૭
અમેરિકન બોર્ડર પર પ્રવેશ કર્યા બાદ છેલ્લાં ૬ અઠવાડિયામાં અંદાજિત ૨,૦૦૦ ઇમિગ્રન્ટ બાળકો પોતાના પરિવારથી છૂટાં પડી ગયા છે. બીબીસી રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને મેક્સિકો બોર્ડર પરથી આવતા ઇમિગ્રન્ટ્‌સ વિરૂદ્ધ શરૂ કરેલા કેમ્પેઇન બાદ વયસ્કોની ધરપકડ કરવામાં આવી રહી છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે, તેઓને બાળકોથી અલગ રાખવામાં આવે છે. આ મુદ્દાના કારણે હાલ અમેરિકાની રાજનીતિમાં તણાવનો માહોલ છે.
એટર્ની જનરલ જેફ સેશન્સે ઝીરો ટોલરન્સના વલણનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા બોર્ડર પર પ્રવેશ મેળવવા ઇચ્છતા વયસ્કો પર કેસ દાખલ કરવામાં આવે છે જ્યારે બાળકોને તેમનાથી અલગ રાખવામાં આવે છે.
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ૧૯ એપ્રિલથી ૩૧ મે ૨૦૧૮ની વચ્ચે ૧,૯૪૦ વયસ્કોમાંથી ૧૯૫૫ બાળકોને અલગ રાખવામાં આવ્યા હતા. જો કે, આ બાળકોની ઉંમર વિશે કોઇ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
કાસા પેડરે અમેરિકા-મેક્સિકો બોર્ડરની પાસે બનેલી એક બિલ્ડિગ છે. આ બિલ્ડિગ પહેલાં બિઝનેસ કંપની વોલમાર્ટની પાસે હતી, પરંતુ હાલ તેને ફેડરલ કસ્ટડીમાં રહેતા ૧૪૦૦ ઇમિગ્રન્ટ બાળકોનું ઘર બનાવી દેવામાં આવ્યું છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY