માલધારી ચોક ખાતે ગોવાળીયા ગૃપ દ્વારા ભવ્ય રાસ-ગરબા અને મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મની બોટાદ જીલ્લાના રાણપુર તથા રાણપુર તાલુકામાં ભક્તિભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાણપુરમાં પોલીસ સ્ટેશન પાસે માલધારી ચોકમાં ગોવાળીયા ગૃપ દ્વારા ભવ્ય રાસ ગરબાનો તથા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ને નિહાળવા રાણપુર આખુ ઉમટી પડ્યુ હતુ.છેલ્લા પાંચ વર્ષ થી ગોવાળીયા ગૃપ દ્વારા મોટાપાયે કૃષ્ણજન્મોત્સનું આયોજન કરવામાં આવે છે રાત્રી ના સમયે માલધારી ચોક ખાતે ભવ્ય રાસ ગરબા અને રાહડા નું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ સારો એવો સહયોગ મળે છે જ્યારે હિન્દુ-મુસ્લિમ સાથે મળી જન્માષ્ટમીની ઉજવણી કરતા કોમી એકતાનું જબરજસ્ત વાતાવારણ ઊભુ થાય છે.જ્યારે રાણપુરના બાલાજી મંદીર,સ્વામિનારાયણ મંદીર,હવેલી મંદીર માં પણ કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો કૃષ્ણજન્મોત્સવમાં જોડાયા હતા.સાથે બાલાજી મંદીર પાસે નદીમાં મેળો ભરાયો હતો.પરા વિસ્તાર અને રામજી મંદીરે પણ રાસ ગરબાની રમજટ સાથે જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે રાણપુર તાલુકાના નાગનેશ,બોટીયા,હડમતાળા,ધારપીપળા,દેવળીયા,મોટીવાવડી,નાનીવાવડી,અળઉ,પાણવી,કુંડલી સહીત અનેક ગામોમાં કૃષ્ણજન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




