અમરેલીના લીલીયામાં પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો

0
186

અમદાવાદ,તા. ૧૩
ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોનસુન જોરદારરીતે સક્રિય થયા બાદ જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જા કે, સૌરાષ્ટ્રમાં હજુ પણ અપેક્ષા મુજબનો વરસાદ થયો નથી. અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આજે થયા હતા. રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવા વરસાદી છાપટા પડ્યા હતા. બીજી બાજુ અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ થયો હતો. લીલીયામાં પાંચ ઇંચથી વધુ વરસાદ થતાં અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા હતા. જનજીવનને પણ અસર થઇ હતી. જાફરાબાદમાં આવેલા નાગેશ્રી ગામમાં ભારે વરસાદ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી નોંધપાત્ર વરસાદ થઇ રહ્યો છે. બીજી બાજુ આવી સ્થતિમાં ભારે વરસાદ જારી રહી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજુ પણ આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામં આવી છે જેથી તંત્રને હજુ તમામ સાવધાની રાખવી પડશે. અનેક જગ્યાએ ઘુંટણ સમાન પાણી છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ્‌ ગુજરાત અને ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, ગીરસોમનાથનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થતિ હોવા છતાં હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાટપાની આગાહી કરવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે.અમદાવાદમાં પણ આજે હળવા વરસાદી ઝાપટા જારી રહ્યા હતા. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૬.૧ અને મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી રહ્યું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY