અમદાવાદ,તા.૨૧
અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય ઉષા સુતરિયાને સોમવારના દિવસે પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે નોર્મલ ડિલિવરી વેકિયુંમ દ્વારા કરવામાં આવી હોવાથી ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી.
જેના કારણે મહિલાની હાલત ગંભીર બની અને ત્યાર બાદ ડોક્ટર દ્વારા મહિલાને સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે સાંજે મહિલાનું મોત નીપજ્યું હતુ. પરિવારનો આક્ષેપ છે કે પ્રગતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી દ્વારા આ મોત નીપજ્યું છે.
પરિવારના આક્ષેપ બાદ સંદેશની ટિમ નરોડા ખાતે આવેલ હોસ્પિટલે પહોંચી હતી. ત્યાં ડોક્ટર જય સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ ડોક્ટર મીડિયા સમક્ષ કઈ બોલવા તૈયાર નથી સાથે જ પોતે હોસ્પિટલની બહાર હોવાનું કહી વાત ટાળી દીધી હતી.
હાલ તો બાળકને માતાનો પ્રેમ હવે કિયારેય નહિ મળે. પરંતુ પરિવારને ન્યાય મળે તે માટે પરિવારજનો કાયદાકીય કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે. ત્યારે પોલીસ હવે આગળ પરિવારને ન્યાય મળે તે માટે શું પગલાં લે છે તે જાવું રહ્યું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



