આણંદ,તા.૨૦
આણંદ શહેરમાં બે દિવસ દરમ્યાન કોઈ શખ્સે છ આખલાઓના પાછળના ભાગે તેજાબ નાખતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને બપોરે વડોદરા જીવદયા સંસ્થાના કાર્યકરો પોતાની હોસ્પિટલમાં લઇ ગયા છે. આણંદના ભવનાથ મહાદેવથી ખોડિયાર મંદિર તરફ જતાં ત્રણ આખલાઓ ઉપર એસિડ ફેંકાયો હતો.
ત્યારબાદ તેની વચ્ચેના રસ્તા ઉપર બે આખલા ઉપર અને ૧૦૦ ફૂટના રોડ ઉપર એક આખલા ઉપર એસિડ ફેંકાયો હતો. પ્રેમ કેસિખરયાએ વડોદરા જીવદયા સંઘને જાણ કરતાં તેમની ટીમ દોડી આવી હતી. અને બપોરે છ આખલા વાહનમાં મૂકી વડોદરા પ્રાણીઓની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



