લોકચર્ચા અને પોલીસબેડા ના ખાનગી ગણગણાટ જો સાચા પડે તો ચૂંટણીના પરિણામ પછી એટલેકે 23 મેં પછી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અપનાવાયેલ દારૂબંધી,કેમિકલ માફિયાઓ પર નો જડબેસલાક પ્રતિબંધ હળવો થાય તેવા એંધાણ દારૂ,જુગાર,કેમિકલ ડામર,કેરોસીન ,ડીઝલચોરો કે બુટલેગરો સેવી રહ્યા છે.જેમાં ચાવી રૂપ ઉદ્યોગો ધરાવતા જિલ્લા માંથી પસાર થતા હાઇવે પર ના લગત પોલીસ સ્ટેસનોનાં અટાફેરા અને પોલીસ ને રિઝવવાના પેંતરા શરૂ થયા હોવાનો ગણગણાટ સંભળાય છે ત્યારે ગુજરાત ના વિકાસ માં અટવાયેલ નાગરિક ભીતિ સેવે છે કે જો આમ થાય તો ક્ષણિક પોલીસ પર બેઠેલી શ્રદ્ધા ડગી જશે કેમકે વ્હાલા દવલા અધિકારીઓ જે સારી જગ્યાએ બેઠા છે તેઓ ના ચાપ્લુસિયાઓ ની વીભાગો માં કમી નથી એમ ચોક્કસ પણે માની શકાય અધિકારી કરતા પોલીસવિભાગના ચાવીરૂપ ખાતા માં ફરજ(?) બજાવતા કર્મચારિયો Nઇ સંપત્તિ વધુ હોવાની વાતો જગ જાહેર છે ત્યારે ગુજરાત ની પ્રજા પોલીસ પાસે અપેક્ષા રાખે એ સ્વભાવિક છે કે ચૂંટણી સમય ની કડકાઈ અને કાયદા પાલન ની અમલવારી ચૂંટણી પત્યા બાદ પણ અવિરત ચાલવી જોઈએ એમાં બેમત ન હોઈ શકે.
ખાસ કરીને દરિયા કાંઠે આવેલ મહાકાય ઉદ્યોગોના મોંઘા કેમિકલ ઓઇલ ચોરી,દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તીઓ પર રોક હોવી જરૂરી છે અને તે જોવાની ફરજબજાવતા જાંબાઝ આઈજીઓ અને પોલીસ અધિક્ષકો ની થઈ પડે છે કે જાહેર જીવન માં કાયદા પાલન બાબતે ચૂંટણી પહેલા પહેલા ફેલાવેલી હાક અને ધાક કાયમ રહેવીજ જોઈએ જેના આદર્શો પણ વિભાગમાં છેજ જેનું નામ પડતાજ ગુનેગારો ને બુટલેગરો ભૂગર્ભ માં ઉતરી જતા શુ અન્ય અધિકારીઓ આવો આદર્શ ન કેળવી શકે? જરૂર છે પોતાની જાતને ઓળખી કર્તવ્યપારાયણ બનાવની અને આમ થશે કે નહીં તેતો ગરવી ગુજરાત ના સાવ છ કરોડ નાગરિકો ટુક સમય માજ અનુભવશે અન્ય ફરજીયાત પણે બાંચો માં મુકાયેલ પ્રમાણિક અધિકારીઓને મેદાને ઉતારવા પડે તો નવાઈ નહીં.
આશા રાખીએ પોલીસ ની હાક અને ધાક યથાવત રહે
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


