નડિયાદ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી .

0
35

નડિયાદ ખાતે કેન્‍દ્ર તથા રાજય સરકાર દ્ધારા સહાયિત રાષ્‍ટ્રીય ગ્રામિણ પેયજળ કાર્યક્રમ હેઠળ પીવાના પાણીની સુવિધામાં ગ્રામ્‍ય કક્ષાએ સ્‍વાવલંબિતા ઉપલબ્‍ધ કરાવવા માટે રચાયેલ જિલ્‍લા જળ અને જાહેર સ્‍વચ્‍છતા સમિતિની બેઠક કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના અધ્‍યક્ષથાને મળી હતી.

કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે ખેડા જિલ્‍લામાં બે વર્ષ અગાઉ હાથ ધરવામાં આવેલ પાણી પુરવઠા યોજનાઓના કામો સત્‍વરે પૂર્ણ કરવાની પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, યોજનાઓનું કામ ઝડપભેર પૂર્ણ થાય તો ગામડાઓમાં પ્રજાજનોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્‍ધ કરી શકાય.

આ બેઠકમાં રાષ્‍ટ્રીય ગ્રામિણ પેયજળ કાર્યક્રમ હેઠળ ૧૪ ગામોની અંદાજે રૂા.૧૩૦ લાખના ખર્ચે નિર્માણ થનાર સૂચિત પાણી પુરવઠા યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી. જેમાં ઠાસરા તાલુકાના રાજપુરાની મુવાડી, ઉધમાતપુરાના મુવાડા, ટેકરાના, કોઢાના મુવાડા, ખેડા તાલુકાના લાલી ભાગ-૨, મહેમદાવાદ તાલુકાના નવાપુરા (ગાડવા), સોજાલી ભાગ-૨, વકેરીયા (મોટી આડબોલી), નડિયાદ તાલુકાના માંધરોલી ભાગ-૨, ચાંપાજીની મુવાડી, વિષ્‍ણુપુરા, માતર તાલુકાના માછીએલ તેમજ કપડવંજ તાલુકાના માલઇટાડી ભાગ-૨, ગામોની પાણી પુરવઠા યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી.

રાષ્‍ટ્રીય ગ્રામિણ પેયજળ કાર્યક્રમ હેઠળ પ્રગતિ હેઠળની કુલ ૧૭ યોજનાઓ માટે રૂા.૬૧.૬૦ લાખનું ફંડ ફાળવવામાં આવવા સાથે અગાઉ સૈધ્‍ધાંતિક મંજૂરી આપેલ યોજનાઓને સુધારેલ વહીવટી મંજૂરીઓ આપવામાં આવી હતી . આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY