અંજાર તાલુકાના ભુજ ભચાઉ રોડ પરથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી અંજાર પોલીસ

0
212

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ભુજ ભચાઉ રોડ પર પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા જેમાં હેડ કોન્સટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સટેબલ દિગ્વીજયસિંહ જાડેજા. રાજદિપસિંહ જાડેજા, વનરાજસિંહ દેવલ, ગૌતમ સોલંકી તથા જયપાલસિંહ ચુડાસમા પોલીસ સ્ટાફના માણસો સાંજે ચાર વાગ્યાથી અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંઞમાં હતા તે દરમ્યાન અંજાર ના ભુજ ભચાઉ બાયપાસ રોડ પર વાહન ચેકિંગ કરી રહયા હતાં તે દરમ્યાન બાતમી મળેલ કે એક સફેદ કલરની અલ્ટો કાર નં.જી.જે.૧૨.એકે.૫૮૧૬ વાળી ઈંગ્લીશ દારૂ ભરી ભચાઉ બાજુથી ભુજ તરફ નીકળે છે ત્યારે કોન્સટેબલ ગૌતમ સોલંકી એ પંચો સાથે રાખી બાતમી વાળી ગાડીની વોચમાં ઉભા રહેલ અને તે દરમ્યાન ૫:૫૪ વાગ્યે બાતમીવાળી ગાડી ભચાઉ બાજુથી આતા તેની સાથેના પોલીસ સ્ટાફના માણસો એલર્ટ થઈ તે ગાડી ને ઉભી રખાવાઈ છતાં ગાડી રોડ પર ઉભી રાખી નાશવા લાગેલ જેથી તે વાહનનો પીછો કરતાં તેમાં ખાલી સાઈડમાં બેઠેલ વિજય ગઢવી રહે.અંજાર વાળો રોડની બાજુમાંઆવેલ બાવળોની ઝાડીનો લાભ લઈ નાશી ગયો હતો અને આ ગાડીનો ચાલક પકડાઈ ગયેલ અને ગાડી પાસે લઈ આવી તે ઈરામનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ અલતાફ મામદ.બાફણ ઉ.વર્ષ.૨૩ રહે.ભીડનાકા બહાર,દાદુપીર રોડ.આલાવાળા મુકામ પાસે ભુજ વાળો હોવાનું જણાવેલ અને ગાડી તપાસતા તેમાંથી ઈંગ્લીશ પ્રકારના દારૂ વિશ્કી બોટલ ૭૫૦.મિલી નંગ.૮૪ કિંમત.રૂ.૨૯,૪૦૦/-બે મોબાઈલ જેની કિંમત ૩૫૦૦/- અને અલ્ટો કાર કિંમત રૂ.૧,૭૫,૦૦૦/- મળી કુલરૂ.૨,૦૭,૯૦૦/- મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એકટની કલમ ૬૫(એ)(ઇ)૯૮(૨).૮૧ મુજબ કાયદેશરની કાર્યવાહી કરી અંજાર પોલીસ મથકે વિધિવત ગુનો દાખલ કરાયો છે અને નાશી ગયેલ આરોપી વિજય ગઢવી વિરુદ્ધ મદદગારી નો ગુનો દાખલ કરાયો છે

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY