ભુજ શહેરના એરપોર્ટ રોડ પર સાંજે ૪ વાગ્યાના અરસામાં બાઈક પર પોતાના ઘરે ભુજથી સુમરાસર તરફ જઇ રહેલા શામજીભાઈ વાલજી ભાઇ ઉ.વર્ષ.૩૦ આર.ટી.ઓ એજન્ટનું કામ કરતા એરપોર્ટ નજીક અચાનક બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત નડ્યો હતો જેમાં હાથ તથા પગમાં ઇજાઓ પહોંચી હતી જેથી ૧૦૮ માં કોલ આવતા મીરઝાપર લોકેશન ૧૦૮ ના પાયલોટ હિરેનભાઈ તથા ભદ્રેશભાઈ સ્થળ પર જઇને તરત જ ધાયલને એમ્બ્યુલન્સમાં લઇ સારવાર આપતા આપતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા ઘાયલ સાથે બીજો કોઈ વ્યક્તિ ન હોઇ તેમની સાથે રહેલ રૂ.૨૮,૦૦૦/- રોકડા તથા ૨૦,૦૦૦/- રૂપિયાનો ચેક તથા ગાડીઓની આર.સી બુકો તથા મોબાઈલ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ વગેરે વસ્તુઓ તેમના મામા ના દીકરા રણછોડભાઈને આપીને એ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે ત્યારે જીવ બચાવવાની સાથે ૧૦૮ ની સેવા ખંત અને સાચી ઈમાનદારીથી નિભાવે છે તેનું આ જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને એમ્બ્યુલન્સ ના પાયલોટ હિરેનભાઈ તથા ભદ્રેશભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






