તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સમાહર્તા એન.કે ડામોરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જિલ્લા સમાહર્તા એન.કે ડામોરે જણાવ્યું હતું કે, નિવૃત થયેલા કર્મચારીઓ અને આગામી બે વર્ષમાં નિવૃત થનારા કર્મચારીઓના પેન્શન કેસો સમયમર્યાદામાં તૈયાર થાય એ જોવાની જવાબદારી સર્વે શાખાધિકારીઓની છે એમ જણાવી તેમણે સર્વે શાખાધિકારીઓને પેન્શન કેસો અંગેની કામગીરીમાં નિષ્કાળજી ન દાખવવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત બેઠક દરમિયાન સી.એમ ડેશ બોર્ડની કામગીરી બાબતે પણ વિગતે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, સી.એમ ડેશ બોર્ડની કામગીરી નિયત સમયમર્યાદામાં પુર્ણ કરી ઓનલાઇન ડેટા એન્ટ્રી ઝડપથી કરી દેવામાં આવે એ જરૂરી છે એમ જણાવી તેમણે આગામી સમયમાં પ્રધાનમંત્રી ફલેગશીપ યોજના અને મુખ્યમંત્રી ફલેગશીપ યોજનાઓની મુખ્યમંત્રી દ્વારા વિગતે સમીક્ષા કરવામાં આવનાર હોઇ ફલેગશીપ યોજનાઓ અંતર્ગત ફાળવવામાં આવેલા લક્ષ્યાંકો ઝડપથી પૂર્ણ કરવા બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલ અરજીઓ, સરકારી લેણાની વસુલાત, નિકાલ કરવાના બાકી કાગળો, એ.જીના બાકી ઓડિટ પેરાઓ, ખાતાકીય તપાસના બાકી કેસો સહિતના મુદ્દાઓ પર વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, જિલ્લા પોલીસ વડા એન.એન.ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, પ્રાંત નિઝર યુ.એન.જાડેજા, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, કાર્યપાલક ઇજનેર ચૌધરી, અન્ય કાર્યપાલક ઇજનેરો, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આશાબેન વસાવા, પુરવઠા અધિકારી શ્રીમતી રસિલાબેન રાયકા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓઅને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


