ગેલે ૫૧૪ ઇનિંગમાં ૪૮૮ છગ્ગા ફટકાર્યા
એન્ટીગુઆ,તા.૨૧
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ખેલાડી ક્રિસ ગેલે ગઇકાલે પોતાની બેટિંગથી તરખાટ મચાવી દીધો હતો. વેસ્ટ ઇન્ડીઝ-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી વન-ડેમાં ક્રિસ ગેલે પોતાના નામે એક શાનદાર રૅકોર્ડ નોંધાવી લીધો હતો. ગેલે આ મુકાબલામાં તોફાની સદી ફટકારી હતી અને આ સાથે જ વન-ડે મેચમાં જબરદસ્ત વાપસી કરીને પોતાના નામે એક રૅકોર્ડ દર્જ કર્યો હતો.
આ મેચમાં ક્રિસ ગેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રૅકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. અત્યાર સુધી આ રૅકોર્ડ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદી પાસે હતો, જેણે ૫૨૪ મેચોમાં ૪૭૬ સિક્સ ફટકારી હતી, પરંતુ ક્રિસ ગેલે ૪૪૪ મેચમાં જ સૌથી વધુ સિક્સનો રૅકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
સિક્સર કિંગના નામે ઓળખાતા ગેલની વાત કરીએ તો આ ખેલાડીના નામે વન-ડેમાં હવે ૨૮૭ સિક્સ, ્૨૦મા ૧૦૩ સિક્સ અને ટેસ્ટ મેચમાં ૯૮ સિક્સ થઇ ગઇ છે. સૌથી વધુ સિક્સ ફટકારવાની યાદીમાં બ્રેન્ડન મેકુલમ ત્રીજા નંબરે છે, જેણે ૩૯૮ સિક્સ ફટકારી છે અને જયસૂર્યા ૩૫૨ સિક્સ સાથે ચોથા નંબરે છે. આ યાદીમાં રોહિત શર્મા ૩૪૯ સિક્સ સાથે પાંચમાં નંબરે છે.
ઇંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકાર્ડ
૧. ક્રિસ ગેલ (વેસ્ટ ઇંડીઝ) : ૫૧૪ ઇનિંગ, ૪૮૮ છગ્ગા
૨. શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) : ૫૦૮ ઇનિંગ, ૪૭૬ છગ્ગા
૩. બ્રેંડન મૅક્કુલમ (ન્યુઝીલૅંડ) : ૪૭૪ ઇનિંગ, ૩૯૮ છગ્ગા
૪. સનથ જયસૂર્યા (શ્રીલંકા) : ૬૫૧ ઇનિંગ, ૩૫૨ છગ્ગા
૫. રોહિત શર્મા (ભારત) : ૩૨૭ ઇનિંગ, ૩૪૯ છગ્ગા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




