ગુજરાતમાં બુમરાણ મચે છેકે ભ્રષ્ટઆચાર વધ્યો અને દોષિત બનાવાયછે ચોથી જાગીરને ત્યારે દિવાળી ટાણે પ્રજા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનુજ ભલું કરતા હોય તેમ આપણે બુમરાણ માચાવીએ છીએ પણ પોતાના કામ માટે આપણને કામ કરાવતા નથી આવડતું અને સહેલા રસ્તે જ્યારે સમાજ જવા ટેવાયેલો હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ આપણે જ કર્યું કહેવાય પણ દોષનો ટોપલો પણ પત્રકારોને માથેજ ફૂટે છે
કાયદો કોઈ પણ હોય તેના પાલન ની જવાબદારી રાજ્ય પ્રતીત અધિકારીઓની રહેતી હોય છે પત્રકારો માત્ર સ્થિતિનું મૂલ્યાંકન કરતા હોય છે ત્યારે પત્રકાર નવેશો પણ પોતાના વટ અને સર્ક્યુલેસનની આડમાં પ્રજાને આગળ ધરી અંગત સ્વાર્થઓ સાધવામાં નિપુણ હોય છે માટે લઘુ અખબારો પ્રત્યે દુર્લક્ષ
સેવાય એ સમય ચાલી રહ્યો છે સાચી વિગત છાપનારને અધિકારી તેના અખબારને ટોયલેટ પેપર સમજે છે અને હોદ્દાની આડમાં લાખો કરોડો ખર્ચી ટીકીટ મેળવનાર સત્તા લોલુપો અધિકારીના દરેક કામમાં ચંચુપાત કરે છે વ્હાલા દવલાની કે જ્ઞાતિવાદ ના રાજકારએ વ્યવસ્થા તંત્રને લૂણો લગાડ્યો છે દરેક સરકારી ખાતામાં અન્યત્ર બદલીનો ડર અધિકારીઓમાં ફેલાયો છે ત્યારે પ્રજા ને ન્યાય અને કાયદા પાલન ની નીતિ સામે અધિકારી પાંગળો પુરવાર થયો છે ત્યારે પત્રકારોએ એકજુટ થઈ આવા માથાભારે રાજકીય નેતાઓ અને તેમના પ્યાદાઓથી ડર્યા વગર આવનાર સમયમાં લોકજાગૃતિ અને કાયદા પાલન માટે અંગત સ્વાર્થ ત્યજી સત્યને છાપવાનો આવનાર વર્ષમાં નીડર નિર્ણય લેવોજ પડશે
એક તરફ રાજ્ય સરકાર જાહેરાતો બંધ કરી લઘુ અખબારોને ગળે ટૂંપો દઈ રહી છે ત્યારે આઝાદીના સમયે પોસ્ટકાર્ડ પર કે કાગળના ચબરખા પર સમાચારોની આપલે થતી હતી તેમ હવે આપણે પણ ગાંધીચીંધ્યા માર્ગે જનહિતનું પત્રકાતરત્વ કરવામાં નૂતન વર્ષેથી ઉણાં ઉતારવું નથી એ વાત નો સ્વીકાર કરએજ છૂટકો છે ત્યારે નૂતન વર્ષથી જંગ એ ગુજરાત પણ સતત 15 વર્ષની જેમજ સત્યને ઉજાગર કરવાનો ધ્યેય લઇ આગળ વધશે અને આમ કરતા કેલાકના અપ્રિય બનવું પડે પણ હવેના શાસન અને સમય ની માંગ છે કે લોકપ્રશ્નોને અને કાયદા પાલન ને અગ્રીમતા આપવીજ પડશે અન્યથા હાલતો ગાંધી બાપુએ અપાવેલી આઝાદી બાપુછાપમાજ સમાઈ હોય એ નક્કર સત્ય છે
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


