રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને આકર્ષવા અવનવા પ્રોજેકટ બની રહ્યા છે જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓટોમ્બરના રોજ કરવાનાં છે ત્યારે આ અકર્ષણોમાં પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણ ધરાવતું ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક છે જેની વિશેષતા કઈક અલગ છે. બાળકોને મનોરંજન નહિ આજના જંક ફૂડ સામે રક્ષણ મળે એ માટે ન્યૂટ્રિશિયનની માહિતી પણ મળશે, અને ફૂડ ઝોનમાં વસ્તુ પણ મળશે.
ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક સામાન્ય ચિલ્ડ્રન પાર્ક નથી દેશમાં ઘણા ચિલ્ડ્રન પાર્ક છે પરંતુ કેવડિયા ખાતે આવેલ આ ચિલ્ડ્રન પાર્ક તેની એક અલગ વિશેષતા ધરાવે છે આ ચિલ્ડ્રન પાર્કને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક કહેવાય છે ન્યુટ્રિશન પાર્ક એટલા માટે કે આ ચિલ્ડ્રન પાર્કમાં આવનાર પ્રવાસી ઓને પોતાના બાળકોને કેવો પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને કયો આહાર બાળકોની તંદુરસ્તી માટે પોષણ યુક્ત છે તે દરેક બાબતની જાણકારી આપતું ભારતનું સૌ પ્રથમ અને એક માત્ર આ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આકાર પામી રહ્યું છે.
આ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં એક ટોય ટ્રેન છે જે બાળકોને પાર્કમાં અલગ અલગ સ્ટેશને લઇ જશે જ્યાં ન્યુટ્રિશનની શુ વેલ્યુ છે? કયો ખોરાક બાળકોના પોષણ માટે ઉત્તમ ગણાય છે કયો ખોરાક ખાવાથી બાળકોની હેલ્થ સારી રહે છે આવી દરેક માહિતી અલગ અલગ સ્ટેશને પ્રવાસીઓને આપવામાં આવશે આ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં અલગ અલગ બધા સ્ટેશન હશે જેમાં 1.ફલ સખમ ગ્રોઅમ જેમાં ફળોની વિશેષતા અને તેમાં રહેલા પૌષ્ટિક તત્વો વિશે માહિતી આપવામાં આવશે 2. બીજું સ્ટેશન હશે પાયો નગરી જેમાં દૂધની વિશેષતા વિશે જણાવવામાં આવશે સાથે બાળકો ટોય ટ્રેનમાં બેસીને એક ટનલમાંથી પસાર થશે જે બાળકોને એક અલગ અનુભવ કરાવશે ત્યાર બાદ ત્રીજુ સ્ટેશન અન્નપૂર્ણા જ્યાં ઘરના ખાવામાં શું વીસેસતા હોય છે તે સમજાવવામાં આવશે ત્યાર બાદ ચોથું સ્ટેશન પોષણ પુરમ હશે ત્યાં બદામ, કાજુ, કિસમિસ, જેવા ડ્રાઇફૂડ માંથી સુ ન્યુટ્રીશન મળે છે તથા પાણીની સુ વેલ્યુ છે આપણા જીવનમાં એનાથી સુ પોષણ મળે છે તે બતાવશે એક મિરર ભૂલ ભુલાઈયા હશે જેમાં બાળકો જશે ખોવાઈ જશે બાર નીકળશે તેનાથી તેમને ખૂબ મનોરંજન પ્રાપ્ત થશે આ સિવાય ભૂલ ભુલાઈયા સિનેમા હશે જેમાં વિડિઓ દ્વારા બતાવવામાં આવશે કે પુરા ભારત દેશમાં કેવા પ્રકારની વાનગી હોય છે અને એ દરેક વાનગીમાં સુ પોસ્ટિકતા રહેલી છે તે દરેક વાનગીઓ વિશે વિસ્તારમાં જણાવવામાં આવશે સાથે એક કોંટ્યું મેન્ટલ રિયાલિટી છે એક ગેમઝોન હશે જેમાં બાળકો અલગ અલગ પ્રકારની ગેમ રમી આનંદ પ્રમોદ મણિ શકશે એક ન્યુટ્રી હંટ હશે જેમાં મધર કેર રૂમ, ગેમઝોન પણ હશે જેમાં નવ જાત શિશુને લઈને આવેલ માતાઓ સ્તન પાન પણ કરાવી શકશે અને ત્યાં બાળકો ગેમની માજા પણ માણી શકશે ત્યાર બાદ ફિટ ઇન્ડિયા સ્વસ્થ ભારત કરીને એક સ્ટેશન હશે જેમાં બાળકો વર્ચ્યુલ ક્રિકેટ, વર્ચ્યુલ ટેનિસ, જેવી અનેક ગેમ્સ અહીં રમી શકશે આ બધું ટોય ટ્રેની રાઈડ દરમિયાન દરેક બાળકોને આનંદ પ્રમોદ ની સાથે સાથે સંપૂર્ણ જ્ઞાન મળે પૌષ્ટિક આહાર વિશે આ દરેક સુવિધા ને ધ્યાનમાં રાખી આ અલગ કોન્સેપ્ત સાથે ભારતનો પહેલો ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક કેવડીયામાં બની રહ્યો છે અને આ પાર્ક 30 ઓક્ટોમ્બર પહેલા સંપૂર્ણ રીતે બની જશે જેને 31 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લું મુકશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




