બેંગકોક,તા.૧૭
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી અનેક પરિવારો માટે માતમમાં ફેરવાઈ ગઈ હતી. અહીં નવા વર્ષની ઉજવણી દરમિયાન સર્જાયેલા રોડ અકસ્માતમાં ૩૦૦ લોકો મોતને ભેટ્યા છે.
થાઇલેન્ડમાં સોંગક્રણ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. જેને નવા વર્ષ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ આ દરમિયાન થયેલા માર્ગ અકસ્માતોમાં અત્યાર સુધી ૩૦૦ લોકોનાં મોત થયા છે. માર્ગ અકસ્માતમાં ૨,૮૦૭ લોકો ઘાયલ પણ થયા છે.
માર્ગ સુરક્ષા નિર્દેશન કેન્દ્રના ડાયરેક્ટર સુકહૂમ કંચનાફિમાઇએ જણાવ્યું કે, આ ઘટનાઓ ગુરૂવારથી સોમવાર સુધી છેલ્લાં ૫ દિવસોમાં બની છે.
આપત્તિ નિવારણ અને રાહત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, છેલ્લાં ૫ દિવસોમાં કુલ ૨,૭૦૨ સડક દુર્ઘટનાઓ સર્જાઇ છે. જેમાંથી મોટાંભાગની ચિયાંગ માઇ શહેરની છે. સડક સુરક્ષા નિર્દેશન કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું કે, ઉડોન થાની શહેરમાં સૌથી વધુ ૧૪ લોકોનાં મોત થયા છે, જ્યારે ચિયાંગ માઇમાં સૌથી વધુ ૧૦૪ લોકો ઘાયલ થયા છે.
આ પૂર્વની આજે બુધવાર સુધી ઉજવણી કરવામાં આવશે. દેશભરમાં ૨,૦૪૦ મોટાં ચેક પોઇન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે ૬૫,૩૦૮ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



