પ્રત્યેક રાજકીય પક્ષનું ભવિષ્ય ચૂંટણીની જીત ઉપર નિર્ભર છે

0
12

ફેસબુક, ટ્વિટર જેવા ઝડપી સમાચાર ફેલાવતા સોશિયલ મીડિયાનો ઉપયોગ આજકાલ આમ વાત બની ગઈ છે. આસપાસ નજર દોડાવીએ તો જાવા મળશે કે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતાં કે બસમાં મુસાફરી કરતાં મુસાફરો પણ ચૂંટણીની વાતો કરતા હોય છે. હાર-જીત કોની થશે? મતદારોને કોણ રીઝવશે? કોણે કેટલું કામ કર્યું છે? આમ આદમીને કેટલો ફાયદો થશે જેવી વાતો ઉત્સાહપૂર્વક લોકો કરતા હોય છે. ટી.વી. ચેનલો ઉપર કે રેડિયો ઉપર પણ ૨૦૧૯માં આવનારી ૧૭મી લોકસભાની ચૂંટણીની ચર્ચા જ થતી વધારે જાવા મળે છે.
નેતાઓ તો સદાય ચૂંટણીના મૂડમાં હોય તેમ જ વર્તતા હોય છે. અત્યારે તો નેતાઓજાહેરમાં જ્યાં પણ દેખાય ત્યાં ચૂંટણીની રેલી હોય તેવું બની જાય છે. પણ આશ્ર્‌ચર્યની વાત એ છે કે આ બધી ગરમાગરમીમાં કોઇને એ નથી ખબર કે કોઇ એ નથી જણાવી રહ્યું કે આખરે ૧૭મી લોકસભાની ચૂંટણી છે ક્યારે? વાસ્તવમાં પ્રત્યેક રાજકીય પક્ષનું ભવિષ્ય ચૂંટણીની જીત ઉપર નિર્ભર છે. આથી દરેક પક્ષ દરેક પળે સાવચેત રહે છે. કોઇપણ રાજકીય પક્ષ એક પળ માટે પણ નિષ્ક્રિય રહેવા નથી માગતો. તેનું કારણ તેમને ડર રહે છે કે જા અમે થોડુંક પણ ચૂકી ગયા તો બીજા પક્ષ બાજી મારી જશે. આથી ચૂંટણીનો સમય હજુ દૂર હોવા છતાંય રાજકીય વાતાવરણ જ એવું ઊભું કરી દીધું છે કે જાણે કાલે જ ચૂંટણી ન હોય!
વાસ્તવમાં આ ચૂંટણીની બીમારીનાં લક્ષણ છેલ્લાં સાત-આઠ વર્ષથી જારશોરથી દેખાઇ રહ્યાં છે. પાછલા થોડા મહિનામાં જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ તેની તૈયારીઓ ૭-૮ મહિના પહેલાંથી જ શરૂ થઈ ગઈ હતી. ચાર વર્ષ પહેલાં ૨૦૧૫માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, તેની તૈયારી તો ૨૦૧૪ના અંતથી ભાજપ તથા અન્ય પક્ષોએ શરૂ કરી દીધી હતી. ચૂંટણીનો માહોલ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ બે ડઝનથી વધુ વોર્મઅપ રેલીઓ યોજી હતી. વાસ્તવમાં બિહાર વિધાનસભાની પાછલી ચૂંટણીનો ઢંઢેરો એટલો જારશોરથી પીટાયો હતો કે ફક્ત બિહારના મતદાતા જ નહીં પણ દેશનો આમઆદમી પણ સંભવિત આંકડાઓને સતત સાંભળીને કંટાળી ગયો હતો.
બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મીડિયાના અનુમાનોથી એકદમ ઊલટું આવ્યું. તેનું મુખ્ય કારણ મતદાતાઓએ મતદાન કર્યું પણ ન હતું ત્યારે ચૂંટણીના વિશેષજ્ઞો દ્વારા જે રીતે ભવિષ્યની મતદાનની ગણતરી તથા પરિણામના અંદાજાને દર્શાવવામાં આવી રહ્યું હતું તે સાંભળીને તેઓ કંટાળી ગયા હતા. આથી પક્ષોને તેમનું સ્થાન બતાવવા માટે જ બિહારના મતદાતાઓએ ચૂંટણીના પરિણામના અનુમાનોથી એકદમ ઊલટું બનાવી દીધું. તેથી જ જે મીડિયા ભાજપને પ્રથમ નંબર આપતી હતી, મતદાતાઓએ તેને ત્રીજા સ્થાને ધકેલી દીધો.
લોકસભાની ચૂંટણીના ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, ત્યારે તકનિકી રૂપે નક્કી છે કે ચૂંટણી એપ્રિલના પ્રથમ કે બીજા સપ્તાહમાં પાંચથી છ અથવા સાત ચરણમાં યોજાશે. આમ છતાંય દેશના વિવિધ રાજકીય પક્ષો દ્વારા એવો વર્તાવ કરવામાં આવી રહ્યો છે કે જાણે આવતી કાલે જ ચૂંટણી ન હોય?
રાજકીય પક્ષો ભલે ગમે તેધમપછાડા કરતા હોય, પણ તેઓ એક વાત સારી રીતે સમજે છે કે ચૂંટણી આયોગ મહિનાઓ પહેલાં તારીખો જાહેર ન કરી શકે. ચૂંટણી આયોગ પાસે રાજકીય પક્ષોની જેમ મનના તરંગોથી કે પોતાની સુવિધાને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવાની છૂટ નથી. ચૂંટણી પંચને ચોક્કસ અને ગણતરીપૂર્વકની પ્રક્રિયાનું પાલન કરવું પડે છે.
વાસ્તવમાં ચૂંટણી પંચ નામાંકન તિથીની ઘોષણા કરે ત્યારબાદ સાત દિવસનો સમય નામ પાછું ખેંચવા માટે આપતું હોય છે અને તે પછી વધેલા ઉમેદવારોને ૧૪ દિવસ પ્રચાર માટે આપવામાં આવે છે. આ ગણિતને ચકાસવાથી કોઈપણ વ્યક્તિ એક અંદાજ લગાવી શકે છે કે લોકસભા ૨૦૧૯ની ચૂંટણીની જાહેરાત માર્ચના પ્રથમ કે બીજા સપ્તાહમાં જ થશે. આ સાથે આંધ્ર પ્રદેશ, સિક્કિમ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાય તેના પણ સ્પષ્ટ કારણો છે.હા, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી આ રાજ્યો સાથે થઇ પણ શકે છે અને ના પણ થાય, કેમ કે ગયા વર્ષે નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ભંગ થઇ ગઇ હતી અને નિયમ પ્રમાણે છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી કરવી જરૂરી છે. જા ચૂંટણી ન થાય તો રાષ્ટ્રપતિ શાસન બીજા છ મહિના લંબાઇ જાય.
આમ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીની તારીખ ક્યારે તથા કઈ જાહેર થશે તે હવે રહસ્યમય નથી રહ્યું,પણ રાજનેતાઓનો સૂર સાંભળીએ તો લાગે છે કે ચૂંટણી ક્યારે યોજાઇ જશે તેની ખબર નથી આથી તેઓ દરેક પળે સજાગ રહે છે. સજાગ રહે તેમાં કોઈ વાંધો નથી પણ દેશને એવા ઢાંચામાં ન ઢાળે કે જે યોજનાઓનો અમલ હાલમાં કરવાનો છે તે દરેક યોજનાઓ ચૂંટણીને કારણે પાછળ ઠેલી દે. આજે એવું જ થઇ રહ્યું છે રાજકારણ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિને તેની યોજનાઓ વિશે પૂછીશું તો તે બહુ સરળતાથી કહી દેશે કે હવે તો તે ચૂંટણી પછી જ થશે. આવી પરિસ્થિત પહેલેથી જ બેરોજગાર તથા ઓછી આવકને કારણે ઝઝૂમી રહેલા લોકો માટે સકારાત્મક નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY