ભુજશહેર વિસ્તારના રામકૃષ્ણનરગ કોલોની, તેમજ કેમ્પ એરીયાડી.પી.ચોક વિસ્તારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ ઇસમને ગેરકાયદેસર પ્રવેશ કરતા પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

ભુજ કચ્છ:પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ભુજ શહેર તેમજ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
પેટ્રોલીંગ દરમયાન એક ટીમ રામ કૃષ્ણ નગર કોલોનીમાં વિશ્વેશવર મંદિરની સામે આવેલ રહેણાંકના મકાનમાં વિજય મોહનભાઇ ગૌસ્વામી ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે તેવી મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ રડ કરતા આરોપી વિજય મોહનભાઇ ગૌસ્વામી, ઉ.વ.ર૬, રહે.રામકૃષ્ણનગર કોલોની, વિશ્વેશવર મંદિરની બાજુમાં, ભુજવાળાના કબ્જા માંથી ઇમ્પેઅકટ ૩ એકસ રમ ૭૫૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની શીલબંધ બોટલ નંગ-૦૨, કિ.રૂા.૭૦૦/- મળી આવેલ તેમજ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.૧૦,૦૦૦/- એમ કુલ્લે રૂા.૧૦,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
તેમજ ભુજ શહેર વિસ્તરમાં પેટ્રોલીંગમાં રહેલ બીજી ટીમને કેમ્પ એરીયામાં ડી.પી.ચોક પાસે આવતા ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે, કેમ્પ એરીયામાં ડી.પી.ચોક જેષ્ઠાનગરની બાજુમાં મોહનભાઇ દુકાનવાળાની ગલીમાં રહેતો રીઝવાન રમજુ ઓઢેજા પોતાના કબજાની એકટીવા સ્કુટર જીજે-૧ર-ડીએન-૬૭૦૮ વાળીથી હાલ ગે.કા.રીતે ઇંગ્લીશદારૂનો જથ્થો લઇને પોતાના ઘર બાજુથી નીકળનાર છે.જે મળેલ સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી વોચ કરી બાતમી હકીકત વાળી એકટીવા આવતા તેને રોકી ચેક કરતા આરોપી રીઝવાન રમજુ ઓઢેજા, ઉ.વ.૩૩, રહે.ડી.પી.ચોક કેમ્પ એરીયા, જેષ્ઠાનગરની બાજુમાં, મોહનભાઇ દુકાનવાળાની ગલીમાં, ભુજવાળાના કબ્જામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની ઓલ્ડ મંગ ૩ એકસ રમની ૭૫૦ એમ.એલ.ની શીલબંધ બોટલો નંગ-૧ર, કિ.રૂા.૪,૨૦૦/- તેમજ દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ એકટીવા મો.સા. કિ.રૂા.૩૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂા.૧૦,૦૦૦/- એમ કુલે કિ.રૂા.૪૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા બંને આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિ. પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ અન્ય એક ટીમ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મહે. એસ.ડી.એમ. ભુજના હદપારી હુકમથી તાજેતરમાં કચ્છ, જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ ઇસમ રામપ્રવેશ લક્ષ્મણ બિહારી (શાહ), ઉ.વ.૩૨, રહે.વિલમાર કંપની પાસે ઓરડીમાં, તા.મુંદરા વાળો હાલ રહે.નાના કપાયા, તા.મુન્દ્રા મુળ રહે. ગામ કંથાર થાના બિલઠન, તા.સીતામઢી, જિ.મુજફરપુર રાજય બિહારવાળો ગે.કા. રીતે અત્રેના જિલ્લામાં પ્રવેશી મળી આવતા તેને પકડી અત્રેના જિલ્લામાં પ્રવેશવા સબંધેની પરવાનગી કે, આજ્ઞાપત્ર હોય તો રજુ કરવા જણાવતા પોતાની પાસે કોઇ પરવાનગી નહીં હોવાનું જણાવતા જેના વિરૂધ્ધ જી.પી. એકટ કલમ ૧૪૨ મુજબ મુન્દ્રા પો.સ્ટે. ખાતે સરકાર તરફેથી કાયદેસરની કાર્યવાહી થવા ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે, અને મજકુર ઇસમને આગળની કાર્યવાહી માટે મુન્દ્રા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




