વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીના સંસદ ભવનના અનેકસી હોલમાં સદ્દગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ચિત્રવાળો ૧૦૦ રૂપિયાનો સિકકો જારી કર્યો હતો.
૩૫ ગ્રામ વજનના આ સિકકાની એક બાજુએ અટલજીના નામની સાથે તેમનું ચિત્ર છે,તસવીરની નીચે અટલજીના જન્મનું વર્ષ ૧૯૨૪ અને મૃત્યુનું વર્ષ ૨૦૧૮ અંકિત છે. સિકકાની બીજી બાજુએ અશોક સ્તંભનું નિશાન છે.તેમાં નીચે સત્યમેવ જયતે લખેલું છે. આ બાજુએ નીચે એક તરફ દેવનાગરીમાં ભારત લખેલું છે જયારે બીજી તરફ અંગ્રેજીમાં ઇન્ડિયા લખેલું છે. સ્તંભની નીચે રૂપિયાનું નિશાન અને તેની કિંમત ૧૦૦ અંકિત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






