જમ્મૂ,તા.૮
જમ્મુ બસ સ્ટેન્ડમાં બસ પર ગુરૂવારના રોજ ગ્રેનેડ હુમલા બાદ આખા રાજ્યમાં એલર્ટ છે. આ બધાની વચ્ચે જમ્મુ એરપોર્ટની પાસે શુક્રવારના રોજ કેટલીક શંકાસ્પદ વસ્તુ મળી. ત્યારબાદ ત્યાં પોલીસ તપાસ માટે પહોંચી. જા કે પોલીસની તરફથી આવેલા નિવેદનમાં કહ્યું છે કે જે શંકાસ્પદ વસ્તુ હતું જે માત્ર બેટરી જ હતી, એવામાં ચિંતાજનક વાત નથી.
પોલીસ કેસની વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. શંકાસ્પદ વસ્તુની સમાચાર મળતા જ સ્થળ પર બોમ્બ સ્કવોડ પહોંચ્યું છે, જ્યાં પૂરી તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ જમ્મુના બસ સ્ટેન્ડમાં ઉભેલી રાજ્ય પરિવહનની બસ પર ગ્રેનેડથી હુમલો કરાયો હતો. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા, જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદથી જ જમ્મુ શહેરની સુરક્ષા વધારી દીધી હતી.
ગુરૂવારના રોજ જેવો બસ પર ગ્રેનેડ એટેક થયો ત્યારે પોલીસે બસ સ્ટેન્ડની પાસે આખા વિસ્તારને ઘેરી લીધો. સાથો સાથ શહેરમાં પણ ચપ્પા-ચપ્પા પર સુરક્ષા વધારી દીધી. પોલીસની તરફથી સામાન્ય લોકોને પણ કોઇપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિની માહિતી મેળવવા માટે કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




