મારો દેશ, મારા દેશના ૧૩૫ કરોડ લોકો, આ ૩૫ કરોડ લોકો મારી સાથે છે હુ કોઈ પાકિસ્તાનથી નથી ડરતો , જો ૧૩૫ કરોડ લોકો એક સાથે ચાલે તો ભારતને કોઈ હરાવી ના શકે. મારુ જીવન મારા દેશના ૧૩૫ કરોડ લોકો માટે છે, મારો પરિવાર મારો દેશ અને ૧૩૫ કરોડ લોકો છે. સાભળવામા કેટલુ સારુ લાગે છે. લાગે છેને…? પરંતુ આ દેશમા પહેલાં કોર્ટમિ કહેવામાં આવ્યું કે રક્ષા મંત્રાલયમાથી ફાઈલ ચોરી થઈ ગઈ .દેશ ચિતામા પડી ગયો.બીજા દિવસે ખુલાસો થયો કે અરે…ના, ના…કોઈ ચોરી-બોરી નથી થઈ રે….એ તો શુ છેકે ફાઈલની ફક્ત ઝેરોક્ષ કોપી થઈ છે. બાકી ફાઈલ તો તેના ઠેકાણેજ છે. પિટીશનરે ફોટો કોપી દસ્તાવેજ કોર્ટને આપ્યા છે…..! આ વાત દેશની સૌથી મોટી કોર્ટને કેન્દ્ર સરકારના વકીલે કહી. શુ દેશ માનીલે કે સરકારે સાચુ કહ્યું……? ૧૩૫ કરોડ લોકો, મોદી સરકારની કઈ વાત ઉપર વિશ્વાસ કરે…? કોઈ અખબારે રફાલ સોદાની ફાઈલ ચોરી લીધી તે…..? અથવા જે ખુલાસો થયો કે નહી આવુ કાઈ નથી ….. દેશ સુરક્ષિત હાથોમા છે તે…..? સરકાર ચૂંટણી સભામાં કાંઈ કહે તો લોકો પોતાની સામાન્ય બુદ્ધિ એટલે કે સા.બનો ઉપયોગ કરી માની લે કે આ તો ફક્ત વાયદા છે. વાયદાનુ શું …..!પરંતુ કોર્ટમાં સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી ને પણ ૧૨૫ કરોડ લોકો શું માને…..?
સરકાર અને તેમના પ્રતિનિધિઓ કદાચ એવું માને છે કે ૧૩૫ કરોડમાં ફક્ત ૧૧ કરોડ લોકો જ અનાજ ખાય છે બાકી બધા તો ઠીક લાલુનો ઘાસચારો ખાય છે કે શું….? શું સરકાર એવું માને છે કે સરકારી તિજારીમાંથી કોઈ ગુપ્ત દસ્તાવેજની ઝેરોક્ષ કરવી ચોરી નહી માનવામાં આવે….! ચોરીની વ્યાખ્યા આખરે શું થાય છે…..? પહેલા અદાલત માં દસ્તાવેજ આપવા. કોર્ટ સરકાર ઉપર ભરોસા કરીને તે દસ્તાવેજના આધાર ઉપર નિર્ણય આપે કે રફાલમાં કોઈ ગરબડ નથી. પછી કોર્ટ માં એવું કહેવુ કે માનનીયશ્રી આપશ્રી એ સરકારી દસ્તાવેજ માં લખેલ બાબતોનુ ખોટું અર્થઘટન કર્યું તમે તમારો ફેંસલો સુધારો. હવે એવું કહેવુ કે ફાઇલોની ફક્ત ઝેરોક્ષ કોપી થઈ છે. અને દેશ માનીલે કે સરકારે જે કહ્યું કે સત્ય છે અને સત્ય સિવાય બીજું કંઈ જ નથી….? ભાજપાના ૧૧ કરોડ કાર્યકર્તાઓ પોતાની સરકારની દરેક વાત માની લે પરંતુ બાકીનાઓનું શુ….?શુ આ દેશ ની જનતા બેવકુફ બનાવવા જેવું નથી…..? દેશ કેવી રીતે વિશ્વાસ કરે……?ચૂંટણી જાહેર થવા માંજ છે એવામાં લોકો એવું પણ વિચારશે છે કે વારંવાર પોતાની વાત પલટાવવા વાળી આ સરકાર પર કેવી રીતે વિશ્વાસ કરવો…..?
એક નેતાએ સાચું કહ્યું કે તેમને નાનું કોઈ કામ ફાવતું નથી. જાણો છો ને કે મને નાના-મોટા પરાક્રમો કરવાની આદત નથી….? મોટુ જ કરીશ અને કરુ પણ છું.લો નેતાજીએ મોટું કરી બતાવ્યું. ચોરીથી ઝેરોક્ષ અને હવે તેની આગળ…..? અરે, નહીરે…. ઝેરોક્ષ પણ નથી થઈ ફક્ત અખબારના રિપોર્ટર મંત્રાલયમાં એમજ મળવા આવ્યા તો તેમની નજર ફાઈલ ઉપર પડી અને તેમને અખબારમા લખી નાખ્યું…..! કેટલી સહજતાથી કોર્ટમાં જાણકારી કે રફાલ ની ગુપ્ત ફાઈલ ચોરી થઈ ગઈ પરંતુ પોલીસમાં ફરિયાદ પ્રાથમિક ફરીયાદ દાખલ કરવામાં નથી આવી અખબારની સામે ઓફીસીયલ સીક્રેટ એક્ટ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવાની વાત અદાલતને બતાવવામાં આવી. ગુપ્ત સરકારી ફાઇલ અને તે પણ દેશની સુરક્ષા સાથે જાડાયેલ મામલાઓની તેની ઝેરોક્ષ કોપી કરવી પણ અપરાધ છે તો સરકાર તે અખબાર ની વિરુદ્ધમાં ઓફીસીયલ સીક્રેટ અનુસાર કાર્યવાહી કરે. પલટાઈ જવું મારી આદત નથી…. દેશના વિકાસ માટે અટકી જવું મારું કામ નથી, કોઈને ભટકાવવા એ મારું કામ નથી, કોઈને લટકાવવા એ પણ મારી આદત નથી…. એવી ઉમ્મીદ છે કે આપ સાહેબથી….! દેશની ઉમ્મીદ કેટલી….? ઉમ્મીદથી પણ વધારે…….!! વિશ્વાસ ના તોડતા ચૂંટણીઓ માથા ઉપર છે સાહેબ….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



