શું ક્યારેય દેવી-દેવતાઓને વચ્ચે ઝઘડો કે મનદુખ થઈ શકે છે…..? નહી ને….? પરંતુ રાજકારણ એવુ ચાલી રહ્યું છે કે બંગાળની ધરતી ઉપર મા દુર્ગા ભવાની અને ભગવાન શ્રીરામની વચ્ચે મનદુખ જેવુ વાતાવરણ બની રહ્યું છે…..! રાજકારણ શું શું નથી કરાવતું…..? સત્તાને માટે શું શું કરવું પડતું નથી…..? ક્યાંક કોઈ ધારાસભ્ય પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે, ક્યાંક કોઈ એક સાથે બીજા પક્ષમાં જઈ રહ્યા છે….. કોઈ ધારાસભ્ય કોઈ પક્ષના કહેવાથી પોતાની પાર્ટી છોડી રહ્યા છે…… આ બધાની વચ્ચે બંગાળની ધરતી ઉપર હવે જયશ્રીરામની ગુજ સંભળાઈ રહી છે. જય શ્રીરામ ના બોલવા ઉપર પિટાઈ કરી દેવામાં આવી…. જય શ્રી રામ બોલ્યા તો પોલીસે પીટાઈ કરી દીધી….. આવી ખબરો બંગાળથી આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં છેલ્લા દોરમાં જય શ્રી રામ અયોધ્યાથી બંગાળ પહોંચ્યા હતા…..! અને ત્યારથી સત્તા ને માટે જય શ્રી રામ નું રટણ શરૂ થઈ ગયું છે. જે કોઈને સત્તા મળ્યા પછી જ ખતમ થઈ શકે છે.
જયશ્રી રામ બોલવામાં કોઈ હિન્દુને ક્યારેય કોઈ તકલીફ થઇ ના શકે પરંતુ જ્યારે તેનો રાજકારણને માટે ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે કોઈ ને કોઈ તેનો વિરોધ કરે એ સ્વાભાવિક અને સહજ છે. બંગાળની ધરતી મા દુર્ગા ભવાનીની ધરતી છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા થાય છે તો બંગાળમાં ગરબા નહી પરંતુ પૂજાપાઠ અને અન્ય પવિત્ર રીતથી મા દુર્ગાની સ્તુતિ થાય છે. બંગાળને માટે દુર્ગા ઉત્સવ સૌથી મોટો ઉત્સવ છે. કરોડો લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. તે બંગાળમાં હવે જયશ્રી રામનો નારો સંભળાય રહ્યો છે. બોલવા અને ના બોલવા પર બંને બાજુથી મારામારીના મામલા થઈ રહ્યા છે. કોઈને જબરજસ્તીથી બોલાવરાવવુ તે એક રાજકારણ છે. કોઈ પાર્ટીનો એજન્ડા છે કે બંગાળ કેરળ વગેરેમાં કેસરી ધ્વજ ફરકાવવામા આવે તો જ ગોલ સિદ્ધ થશે. થવો પણ જોઇએ. બધાને સત્તા જોઈએ છે. પછી તે મોટાભાઈ હોય કે દીદી કે પછી બીજા કોઈ.પરંતુ જય શ્રી રામ નું નામ બોલાવરાવવું ઠીક છે શું….?
ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ ના થવો જોઈએ. મા દુર્ગાની સંસ્કૃતિને પણ વચમાં લાવવાની આવશ્યકતા નથી. અને ભગવાન શ્રી રામ ને પણ નહીં. બંન્નેનુ પોતાની જગ્યાએ બરાબર માન-સન્માન છે. કોઈની ઉપર જબરજસ્તીથી ઠોકવું અને કોઈને નીચા જોવડાવવુ એ વાતને લઈને ચિંતન-મનન થવું જોઈએ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં દીદીની સરકાર પોતાના કામકાજ નો હિસાબ કિતાબ મુકે. ભા.જ.પા સત્તા મળવા પર બંગાળને માટે શું કરશે તેનું વર્ણન ચુટણી ઢંઢેરામા મુકે. મતદાતાઓને ઠીક લાગશે તેને સત્તાનુ સુકાન મળી શકે છે. ભાજપના કાર્યકર્તાઓ ની હત્યા કે માર મારવાથી કોઈ ફરીથી સત્તા લેવા ઈચ્છે છે તો તે પણ ગેર લોકશાહી તોર તરીકા હોઈ શકે છે. બંગાળના લોકો જય શ્રી રામ પણ બોલશે અને મા દુર્ગાના ગીતો પણ ગાશે. પરંતુ પહેલા રામ મંદિર તો બને… એવું જો કોઈ કહે તો ખરાબ ના લગાડે માનો કે હોળી છે…. ની જેમ તેને લેવું જોઈએ. રામનું નામ કરોડ લોકોના દિલમાં વસેલું છે. બંગાળીઓના દિલોમાં પણ વસેલું છે. મા દુર્ગા ની ધરતી પર બધા નાગરિકોની જેમ દેવી-દેવતા પણ હળીમળીને રહે તો જાણે સોનામા સુગંધ….! જય દુર્ગા….. જય ભવાની….. જય શ્રી રામ…..!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


