દેશના અન્નદાતા ખેડૂતોનું ખેડૂતપણુ પાણી ઉપર નિર્ભર છે. પાણી છે તો ખેતીવાડી છે પાણી નથી તો કંઈ પણ નથી. ભારતમાં મોટાભાગે ખેડૂતો મોસમ ની ખેતી પર નિર્ભર છે. મોસમ પર વરસાદ થયો તો કિસાન ના ઘરમાં પણ ખુશીઓનો વરસાદ થાય છે. ખેડૂત દેવુ કરીને પણ ખેતી કરેછે અને દેશવાસીઓના પેટ ભરે છે. દેવાદાર ખેડૂતના દેવા માફ કરવાના વાયદા કરવામાં આવે છે જે ક્યાંક પૂરા થાય છે તો ક્યાંક નથી થતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેવા માફ કરવાને બદલે નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા તેના ખાતાને આપવાની યોજના લાગુ કરી છે. પહેલાના ૨૦૦૦ રૂપિયા કે.જે એક કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ અને આના ઉપર પણ રાજકારણ પણ થયું અને હવે વિરોધ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા થયાના ૨૪ કલાકમાં જ આ રકમ પાછા લઈ લેવામાં આવ્યા. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે દાવો કર્યો કે કેટલાયે ખેડૂતોના ખાતામાંથી વડાપ્રધાન ખેડૂત સન્માન યોજના ની રકમ સરકારે પરત લઇ લીધી છે.જ્યારે યોજના લાગુ કરવામાં આવી હતી તે સમયે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિરોધીઓ દ્વારા એવી વાતો ફેલાવવામાં આવશે કે રકમ જમા થતાં સરકાર તેને પરત લઈ લેશે અને હવે આવું જ થયું છે અખિલેશ યાદવ એમ પણ કહ્યું કે જે વડાપ્રધાને કહ્યું હતું તેવુ જ થયુ.પરંતુ આમાં સાચુ શુ છે..? તેનો ખુલાસો થવો જાઈએ.
ભારત અને વિશ્વના કેટલાય દેશોમાં આબોહવાના ફેલફારના કારણે ખેતી ઉપર અસર થઈ રહી છે. જેનાથી ખેડૂતો પરેશાન છે ખાસ કરીને ખેડૂતો પારંપારિક રીતથી આજે પણ ખેતી કરી રહ્યા છે અને આધુનિક ખેતીના ઉપયોગથી પરિચિત નથી તેમની ખેતી ગુમ થઈ રહી છે. સરકારે આવા ખેડૂતો સહિત દેવાદાર ખેડૂતોને બચાવવાને માટે નવી યોજના નો અમલ કરીને લાખો ખેડૂતોને રાહત પહોંચાડી છે. પરંતુ જો તેમના ખાતામાંથી સરકારી સહાયની રકમ પરત લઈ લેવામાં આવી ગઈ છે કે પછી પરત લેવાઈ રહી છે તો તેની તપાસ કરવી જોઈએ. અને જો આવું નથી તો સપા નેતા જુઠ ફેલાવી રહ્યા છે તો તેમના પર કાર્યવાહી થવી જાઈએ કેમકે આ લાખો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની ગેહરી ચાલ પણ હોઈ શકે છે. સરકારના દાવાને પડકારવો એ વિરોધ પક્ષનું કામ છે. એવું નથી કે કેન્દ્રમિ ભાજપાની સરકાર છે એટલા માટે અખિલેશ યાદવ આવો આરોપ લગાવી રહ્યા છે. આજ યુપીમાં જ્યારે અખિલેશની સરકાર હતી ત્યારે ભાજપાએ તેમની સરકારના કેટલાયે દાવાઓને પડકાર્યા હતા. ચેલેન્જ કરી હતી. કેટલાટએ ખુલાસા માંગ્યા હતા એનો જવાબ પણ આપવામાં આવ્યા હશે. એટલા માટે હવે ભાજપનો વારો છે કે તે વિરોધ પક્ષના દાવાઓનો જવાબ આપે અને જે ખેડૂતોમા શંકાઓ છે તેમની શંકા દૂર કરે.
ખેડુતો માટેની યોજના અનુસાર સરકાર દ્વારા પુનઃ એક વખત ૨૦૦૦નો હપ્તો એક કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યા છે.અને તેને આદર્શ આચાર સહિતાનો ભંગ નહીં માનવામાં આવે કેમકે આ યોજના ચૂંટણીઓની જાહેરાત થતા પહેલાજ લાગુ કરવામાં આવી છે. બની શકે છે કે કોઈ પક્ષ દ્વારા આ અંગે ની ફરિયાદ ચૂંટણી પંચ ને કરવામાં આવે. પરંતુ મહત્વનુ એ છે કે શું ખરેખર કિસાનોના ખાતામાંથી સહાયની રકમ પરત લેવામાં આવી રહી છે….? શું કોઈ વચ્ચેના અધિકારી યા સરકારી કર્મચારી યા કોઈ બેંકના કર્મચારી આવો ખેલ ખેલી રહ્યા છે…..? એની તપાસ તો બને જ છે. કેમકે ધુમાડો નીકળે છે તો આગ તો ક્યાંકને ક્યાંક સળગી રહી હશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




