તહેવારોમાં ૨૭૫૬ ટ્રીપોનું સંચાલન કર્યું
નડિયાદઃ નડિયાદ એસ.ટી.વિભાગ દ્ધારા દિવાળીના તહેવારો દરમિયાન વધારાના ટ્રાફિકને પહોચી વળવા તેમજ મુસાફર જનતાને વધુ સારી બસ સુવિધા મળી રહે તે માટે આગોતરા આયોજન કરી વિભાગ તથા ડેપો ખાતેના તમામ સ્ટાફ કર્મચારીઓના સહિયારા પ્રયત્ન થકી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના ફળ સ્વરૂપે નડિયાદ વિભાગે કુલ ૨૭૫૬ ટ્રીપો સંચાલન કરી રૂા.૯૭.૫૩ લાખ જેટલી માતબર આવક પ્રાપ્ત થઇ છે. આગામી દિવસોમાં વેકેશન પૂર્ણ થતા શાળા-કોલેજો શરૂ થતી હોય મુસાફર જનતાને વધુ સારી બસ સુવિધા મળી રહે અને ટ્રાફિક પ્રમાણના ઘસારાને પહોંચી વળવા સમયબધ્ધ રીતે બસોનું સંચાલન થાય તે મુજબનું તમામ ડેપો ખાતેથી આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા તમામ મુસાફર જનતાને વિભાગીય નિયામક, એસ.ટી.નડિયાદ દ્ધારા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




