નથી વેડફી, નોકરીમાં, ક્યારેય, એક ક્ષણ કદી નકામી,!!!
પરંતુ, નિવૃત્તિમાં, નવરા બેસી રહેવાની, મજા પણ કઈક ઓર હોયછે !
ના જાગવાની કોઈ ઝંઝટ , ના ઊંઘવાની કશી ઉતાવળ !
અભેરાઈએ ચડાવી દો એલારામ ને, મોડા ઉઠાવાની મજા પણ કઈક ઓર હોય છે
યુનીફોર્મમાં રહ્યા સદા અંકુશ માં ! ખુદ ને મિટાવી રહ્યા કાયમ ખુશ માં
ભૂલી જાઓ એ બધું , મુક્તિને, માણવાની મજા પણ કઈક ઓર હોય છે.
શિડયુલ પ્રમાણે શિફ્ટ કરવાની કાયમ ! ફિગર રેડી ના હોય તોય ફિંગર કરવાની ??
શરીર ને સાચવો હવે ,આળસુ થઈ ને, આરામ ફરમાવાની મજા પણ કઈક ઓર હોય છે.
બદલીની બીકમાં કશું બોલીના શક્યા ,લોકેશન ની લ્હાય માં લડી ના શક્યા ,
ફગાવી દ્યો એ ફડફડાટ, માથું ઉચકીને માગવાની મજા પણ કઇક ઓર હોય છે.
છૂટી ગયા, સીએલ,ઈએલ,સીકના છટકામાંથી, ના ઉગારી શક્યું કોઈ એ ખટકામાંથી
ફરો હવે ફાવેતેમ,ફિકર વિના, રજા વગર રખડવાની મજા પણ કઈક ઓર હોય છે .
બોલવાનું હતું ત્યાં બોલી ના શક્યા, આક્રોસ કોઈ ની આગળ ઓલવી ના શક્યા !
હવે ફેકો, ફેકવું હોય તેટલું બિન્દાસ ,બેધડક બોલવાની મજા પણ કઇક ઓર હોય છે .
હાજી. હાજી . જી હા, જી હા, કહીને વેડફી નાખી, જીન્દગી આખી, જીહ્જુરીમાં ,!!!
જલસા કરી લ્યોને જેન્તીલાલ , સમય આવ્યે સામા પડવાની મજા પણ કઈક ઓર હોય છે.
વિતી ગયેલા વર્ષો કદી પાછા નહી વળે , છોડી ગયાછે જે સાથ એ ફરી નહી મળે,
અંતિમ ક્ષણ સુધી કરી લ્યો આનંદ ,મૃત્યુ ટાણે મુશ્કુરાવાની મજા પણ કઇક ઓર હોય છે.
વી બી જાડેજા 9979878979
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



