ચૂંટણીઓની જાહેરાત થઈ કે હર કોઈ આ પક્ષમાથી એ પક્ષમાં ને એ પક્ષમાંથી આ પક્ષમાં આવવા જવાનું શરૂ થઈ ગયુ. ભા.જ.પા.ના કોંગ્રેસમાં અને કોંગ્રેસના એનસીપીમા… જાણે કે આયારામ-ગયારામ ચાલી રહ્યું છે. લોકોના દિલોમાં રાજ કરવાવાળા યા વાળાને પોતાની તરફ ખેંચવાના પ્રયાસમાં હરિયાણાની ડાન્સર સપના ચૌધરી રાતોરાત મોટી સ્ટાર બની ગઈ. સપના કોંગ્રેસમાં ચાલી ગઈ એવુ માનીને ભા.જ.પા.ના યુપીના ધારાસભ્યએ ફટાકથી કહી દીધું કે સપનાની જેમ સોનિયા ગાંધી પણ ડાન્સર હતી. એટલા માટે સપનાને રાહુલ ગાંધી અપનાવી લે જાડી ખૂબ જામશે….! પછી સપનાએ કહ્યું કે નહી. હું કોંગ્રેસમાં નથી જઈ રહી. મારી વાત તો ભાજપાથી ચાલી રહી છે…! કોંગ્રેસે સાબિતીઓ બતાવી કે જુઓ સપના અમારા પક્ષમાં આવી હતી અને પક્ષમાં દાખલ પણ થઈ છે. સપના કોંગ્રેસમાં જાય કે ભાજપમાં પરંતુ તેના વ્યવસાયને લઈને તેની ટીકા કરવી અને મહિલાઓનું આ રીતનુ અપમાન કરવાનુ ભાજપા દ્વારા બંધ થાય એવું તો કોઈનેલાગતું નથી. માનો કે ડાન્સર સપના કે જેને ભા.જ.પા.ના લોકો નાચનારી કહી રહ્યા છે તે ભાજપમાં આવે છે તો…..? સપના ડાન્સર સાધ્વી થઈ જશે….?
ભાજપના લોકો બોલતા પહેલા જા પોતાના પક્ષની તરફ નજર કરેતો ખબર પડે કે ભાજપામાં આવતા પહેલા સ્મૃતિ ઇરાની શું હતા…..? અને બીજા કોઈ આ સવાલ કરે તો પક્ષના લોકો મોઢું ચઢાવી લેશે. કોઈની તરફ એક આંગળી કરવાથી બાકીની આંગળીઓ પોતાની તરફ છે એ જો યાદ રાખે તો કોઇને પણ મનદુઃખ ના થાય. સપના ચૌધરી કોઈ ખરાબ વ્યવસાયમાં તો છે નહી. ધીરે-ધીરે સ્ટાર બની રહી છે. જેવી રીતે ઈરાની બની હતી. તેમની લોકપ્રિયતાનો લાભ ભા.જ.પા.એ ઉઠાવ્યો તો સપનાની લોકપ્રિયતાનો લાભ કોંગ્રેસ કે ભાજપ લે તો તેમાં કાઈ ખરાબ નથી. પરંતુ મહિલાના વ્યવસાયને લઈને તેની મજાક અને તે પણ ખરાબ મજાક કરવી એ ક્્યાંનો ન્યાય થયો…?
વાત સપનાની નથી. વાત મહિલાઓના સન્માનની છે. પરંતુ એવું જાવા મળ્યું છે કે ભા.જ.પા.ના કેટલાક લોકો મહિલાઓની એવી મજાક યા અપમાન કરે છે કે આખરે વડાપ્રધાન મોદીજીને પણ નીચા જાવુ પડે છે. એવું જાવા મળ્યું છે કે વડાપ્રધાન આવી વાતોને પ્રોત્સાહન નથી દેતા. તેઓ વારંવાર કહે છે કે મહિલાઓનું સન્માન કરો. પરંતુ કેટલાક નાના નેતાઓ છે કે જે પોતાની મનમાની કરે છે. અને મહિલાઓનું અપમાન કરતા રહે છે. સપના ચૌધરીએ ભાજપમા જવું જોઈએ કેમકે કોંગ્રેસ માં જશે તો નાચનારી અને ભાજપમાં આવશે તો સાધ્વી નું સન્માન મળશે….! ક્યાં સુધી આવુ રીતે મહિલાઓનું અપમાન થતુ રહેશે….? ચુટણી તો કાલે ખતમ થઇ જશે.. પછી….? બસ અગર આવા વિચાર બને તો બધાને સન્માન મળે. સપના, વિચારી લે ક્યાં જવું છે….? જેથી તમને ચાહવાવાળા તે પક્ષને પોતાનો વોટ તારા કારણે આપી શકે…..!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


