શુક્રવારે વિરમગામના ઓગણ ગામમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

0
34

સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ આપવામાં આવશે 

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
મો નંબર-9824856247
 
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં તારીખઃ-૧૧/૧૦/૧૯ને શુક્રવારે પાંચમા તબક્કા અંતર્ગત  સેવાસેતુ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અનેક લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેશે. રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકાકક્ષાએ પાંચમા તબક્ક્ના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે, પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુથી  સેવાસેતુ  (તબક્કો ૫) અંતર્ગત વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં તારીખઃ-૧૧/૧૦/૧૯ને શુક્રવારે  સેવાસેતુ  કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યુ છે. ઓગણ ગામમાં આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ પૈકી ૧ દિવસમાં સેવા પુરી પાડી શકાય તેવી યોજનાઓનો લાભ આપવામાં આવશે અને જે સેવાઓનો લાભ આપવામાં સમય લાગે તેમ હોય તેવી યોજનાઓની અરજીનો સ્વીકાર કરવામાં આવશે તેવુ જાણવા મળેલ છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મા વાત્સલ્ય કાર્ડ,  બ્લડ પ્રેશર, ડાયાબીટીસ તપાસ સહિતની વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ આપવામાં આવશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ દ્વારા સેવાસેતુ કાર્યક્રમમા લોકોને આરોગ્ય વિષયક માહીતી પુરી પાડવામાં આવશે. ઓગણ ગામમાં સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પાંચમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૦ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY