હળવદના ધનાળા પાટીયા પાસે ટ્રક અકસ્માતમાં ૧ યુવાનનું મોત ૨ ધાયલ

0
83

ઉભેલી ટ્રક પાછળ ધડાકેભર ટ્રક ભટકાતા અકસ્માત ૧ ધટનાસ્થેળે મોત

મોરબી : હળવદ મળીયા હાઈવે પર નવા ધનાળા પાટીયા પાસે ટક પાછળ ટક ધડાકેભેર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભુજના એક યુવાનનું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું જયારે અન્ય ૨ ને ઈજાઓ થતાં સારવાર માંહળવદ ની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવાધનાળા પાટીયા પાસે કચ્છની ટ્રકે આગળ ઉભેલી ટ્રકમાં પાછળ થી ટક ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ભુજના અબ્દુલ શકુર કાસમભાઈ કુંભાર (ઉ.વ. ૩ર) (રહે. ભુજ)નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે રમજાન ભાઈ સુમરા ઉ 37 તથા રહીમભાઈ જાટ ઉં ૩૫ રહે ભુજ મળતી માહિતી પ્રમાણે મૃતક ટ્રકમાં સુતો હતો. જયારે અન્ય નવો ડ્રાઈવર ઈબ્રાહીમ  કુંભાર ગાડી ચલાવતો હતો અને તેણે માર્ગ પર ઉભેલી ટ્રક પાછળ પોતાની ગાડી ભટકાવી હોવાનું સુત્રો મારફતે જાણવા મળ્યું હતું. અકસ્માતમાં મોત નીપજયા બાદ હળવદ પોલીસે મૃતકની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જયારે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હોવાનું હળવદ પોલીસે જણાવ્યું હતું.
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY