સુરત આરટીઓમાં દ્રી-ચક્રીય વાહનોના નંબરોની હરાજી થશે

0
6

૧૪ થી ૧૭મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે
સુરત
સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના ૦૫. સિરીઝના ૧ થી ૯૯૯૯ માટેના પસંદગીના નંબરોની ઓનલાઇન હરાજી કરવામાં આવશે. ઓનલાઇન હરાજીની અરજી તા.૧૪/૧૦/૨૦૧૯ થીતા.૧૭/૧૦/૨૦૧૯ દરમિયાન કરી શકાશે. જેમાં પર ઓનલાઇન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરી પસંદગીના નંબરો મેળવવા ઇચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૧૭/૧૦/૨૦૧૯ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાથી તા.૧૮/૧૦/૨૦૧૯ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધી ઓપન થશે.
અરજદારોએ સાત દિવસમાં અોનલાઇન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જા આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ ­પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY