તાજેતરમાં વિદેશ માં ઉપચાર કરાવીને આવેલ નાણામંત્રી અરુણ જેટલીજીએ લોકસભા ચૂંટણીમાં ભાજપાનુ પુરે પૂરી જવાબદારી માનો કે પોતાના ઉપર લઈ લીધી હોય એ રીતે તેઓ મીડિયામાં કોંગ્રેસની વિરુદ્ધ ધણુ બધું લખી રહ્યા છે. સારું છે કે આ બહાને થોડો દિલ પણ બહેલી જાય અને પક્ષમાં પણ બધાને લાગે કે જેટલી પણ જવાબ આપવામાં લાગ્યા છે. સામાન્ય ચૂંટણીને નજરમાં રાખીને કોંગ્રેસે પોતાનું ઘોષણા પત્ર જાહેર કર્યું. ચૂંટણી મેન્યુફેસ્ટોમા. તો વાયદાજ હોય છે. જેવી રીતે ૨૦૧૪માં ભાજપાએ ૧૫ લાખ, દર વર્ષે બે કરોડને રોજગારી વગેરેના વાયદા કર્યા હતા. કોંગ્રેસના ચૂંટણી વાયદાઓને જેટલીએ વારંવાર વાંચીને બતાવ્યું કે આ વાયદા ખતરનાક છે. દેશની એકતા માટે ખતરો છે. આ પક્ષે દેશને તોડવાવાળા વાયદા કર્યા છે…..! તેમણે રાજદ્રોહીની કલમ સમાપ્ત કરવાના વાયદાને પણ ખતરનાક બતાવ્યો.
કોંગ્રેસ પછી ભાજપનો પણ ચૂંટણી મેન્યુફેસ્ટો જાહેર થવાનો છે જેમાં આવા જ કોઈક વાયદા કરવામાં આવશે. કોંગ્રેસ તેની આલોચના કરશે. પરંતુ કોંગ્રેસનો મેન્યુફેસ્ટો જા દેશને માટે ખતરો કે ખતરનાક છે તો તેનો ફેંસલો કોને લેવો જાઈએ…..? કોણે નક્કી કરશે કે કોંગ્રેસે જે કહ્યું તે ખોટું છે કે સાચું…..? જાહેર છે કે આ બધુ નક્કી કરવા વાળા એક જ છે અને તે છે સામાન્ય મતદાતા. જેને પોતાની તરફ ખેંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વારંવાર લગાતાર કોશિશ કરી રહ્યા છે. મતદાતાને નક્કી કરવા દો કે કોંગ્રેસને દર મહિને છ હજારની સહાય વાળી યોજના સાચી છે કે ખોટી છે….? રાજદ્રોહમાં છેલ્લા પાંચ વર્ષમાં કોની શા માટે ધરપકડ કરવામાં આવી એ પણ જેટલીજી સારી રીતે જાણે છે. મતદાતાને નક્કી કરવા દો કે દેશદ્રોહની કલમ રાખવી કે નહીં….? કોંગ્રેસને એક વર્ષ ની અંદર અંદર ૨૨ લાખ લોકોને સરકારી નોકરીઓ આપવાનો પણ વાયદો કર્યો છે.
૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપાએ દર વર્ષે બે કરોડ રોજગારીનુ સર્જન કરવાનો વાયદો કર્યો હતો. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો માં ૨૨ લાખ નોકરીઓતો તાત્કાલિક દેવાનો વાયદો કર્યો છે. બે કરોડની સામે ૨૨ લાખ રોજગારી તો મળી શકે છે. એવા કેટલાય વાયદા કર્યા છે કે જે કોઈને પસંદ આવે. કોઈને મન ગમે કે કોઇને મનમાં ના ગમે તો ચૂંટણીમાં કોંગ્રેસને તેનો મત ના પણ મળે. તે નોટાનું બટન દબાવી શકે છે. બધી જ વાત મતદાતા ના હાથમાં છે ત્યારે જેટલીજી, મતદાતાને નક્કી કરવા દો કે કોંગ્રેસના વાયદા ખતરનાક છે કે અચ્છે દિન વાલે….! મતદાતા જે નક્કી કરે તે જ ફાઇનલ. તમે પરેશાન ન થાવ.. તમારી તબિયત પણ થોડી સારી નથી એટલા માટે મતદાતાનેજ આ જવાબદારી સોંપી દો તો સારૂં રહેશે.. આપ આરામ કરો….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



