પાલેજ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ કંપનીમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
42

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જીલ્લામાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ જે.એન.ઝાલા તથા પો.સ.ઇ પી.એસ.બરંડાના માર્ગદર્શન મુજબ પાલેજ પો.સ્ટે.વિસ્તારની ફીલીપ્સ કાર્બન લીમીટેડ કંપનીમાંથી સ્ટેઇનલેસ સ્ટીલ બકેટ નંગ-૨૭૩ કુલ કિં. રૂ ૭,૩ ૭,૧૦૦/- ની થયેલ ચોરી જે બાબતે ગુનો નોંધાવા પામેલ. આ ગુનામાં એલ.સી.બી.દ્વારા પ્રાથમિક રીતે આરોપીનો તાગ મેળવવા પો.સબ.ઇન્સ એ.એસ,ચૌહાણ તથા વાય.જી. ગઢવી નાઓએ ટીમ બનાવી ચક્રો ગતીમાન કરેલ હતા અને આજરોજ એલ.સી.બી.ભરૂચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે અગાઉ પાનોલી GIDC માં બંધ કંપનીમાં ચોરી કરનાર પકડાયેલ ઇસમ પાલેજ ફીલીપ્સ કાર્બન લીમીટેડ કંપનીમાં પણ સંડોવાયેલ છે. અને તે હાલ તેના સાગરીતો સાથે સુરતમાં છે. જે બાતમી આધારે અત્રેથી ટીમ બનાવી સુરત ખાતે મોકલી ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓની વધુ પુછપરછ કરતા સદર ચોરીનો મુદ્દામાલ ઝાડેશ્વર ખાતે આપેલાની હકિકત જણાવતા વધુ એક આરોપીને ગુનામાં વપરાયેલ ટેમ્પો સાથે ઝડપી પાડી તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી”. ડીવી પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.

ધરપકડ કરેલ આરોપીઓ
(૧) જાકીર ઉર્ફે જકી S/o યાસીન સૈયદ હાલ રહે.આમોદ પુરસા નવીનગરી ઝુંપડપટ્ટી તા.આમોદજી.ભરૂચમુળ રહે. ભોપાવલી તા.નુંહ જી.મેવાત (હરીયાણા)(૨) અબ્દુલગફુર S/o ઇશાક પઠાણ હાલ રહે.સુરત ડભોલી ચાર રસ્તા આમીન જગરૂપ સૈયદની ભંગારની દુકાનમાં વૈડ રોડ સુરત મુળ રહે. ગૌધોલી થાના-પુન્હાના તા. પુન્હાના જી.નંહ(હરીયાણા)(૩) હારૂન ગફાર સૈયદ રહે. બ્લોક નં-૨૩૭ બી/૧૨ કોસાડ આવાસ અમરોલી સુરત(૪) ગોપીલાલ ઉર્ફે ગોપાલ ભોલીરામ ગુર્જર (મારવાડી) હાલ રહે. મકાન નં ૨૧૩ કીષ્ના એસ્ટેટ ને.હા.નં.૪૮ ઉપર ઝાડેશ્વર ચોકડી ભરૂચ મુળ રહે. ગીતોરીયા મેરડાખાલસા થાના-ચારભુજા તા.કુંભલગઢ,જી.રાજસમન્દ (રાજસ્થાન)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY