ધ્યાન રહે પંજાબની ખેતી-વાડીમાં પુનઃઆતંકવાદની ખેતી ન થાય..!!

0
73
પાંચ નદીઓના રાજ્ય પંજાબમાં પાછલા ઘણા વર્ષોથી શુખ-ચેન, શાંતિ અને અમન સ્થપાયેલો છે. પંજાબ ભારતનું અન્ન ભંડાર પણ છે. પંજાબ ખેતી સમૃદ્ધિથી ભરપુર છે. એક સમયે પંજાબ શીખ આતંકવાદના નામથી બદનામ હતા. અનેક બલિદાનો પછી પંજાબમાં શાંતિનું વાતાવરણ બન્યું. ખાલિસ્તાનની આગથી સળગેલું પંજાબ બહુ મોટી મુશ્કેલીથી બચાવવામાં આવ્યું છે. વિદેશમાં ક્્યારેક ક્્યારેક ક્્યાંક ક્્યાંક ખાલિસ્તાનનાં સુત્રો સંભાળાય છે. પંજાબ અને પંજાબીયત તથા શીખ સમાજનું ભારતના વિકાસમાં બહુ જ મોટું યોગદાન છે. આ પંજાબમાં તાજેતરમાં અમૃતસર પાસે આવેલ રાજાસાંસીના નિરંકારી, ધાર્મિક દેરા ઉપર ગ્રેનેડ બોમ્બથી હુમલો થયો.. જેમાં ત્રણ સત્સંગી માર્યા ગયા, કેટલાક ઘાયલ થયા. છેલ્લા કટલાક સમયથી પંજાબ અને અમૃતસરમાં આતંકવાદી હુમલાથી એલર્ટ હતું. કોઈ મુસા નામનો આતંકી પોતાના સાથીઓ સાથે ઘુસી આવ્યાની ખબર ચાલતી એલર્ટ આપ્યા બાદ પણ ડેરાને નિશાન બનાવીને હુમલા કરી સરકારની ઢીલીનીતિ પણ સામે આવી છે.
સરકારનું માનવું છે કે ડેરા પર હુમલો પાકિસ્તાની આઈએસઆઈનાં આતંકાવાદીઓએ કર્યો. તપાસ શરૂ થઇ ગઈ. કોનો હાથ છે તે પણ સામે આવશે. પરંતુ પંજાબ સરકાર અને કેન્દ્ર સરકાર તેને હળવાશમાં ન લેતા ક્્યાંક પંજાબને ફરીવાર આતંકવાદની આગમાં ધકેલવાનો કોઈ પ્રયાસ તો નથી..?? આ વાતને લઈને એનઆઈએથી અને સીબીઆઈ દ્વારા તેની તપાસ થાય. પંજાબ પહેલીથી જ ઉડતા પંજાબ બનેલું છે. નશામાં ઓતપ્રોત યુવાધનોને તેમાંથી બહાર લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા પંજાબમાં નશીલા પદાર્થો ઘુસાડાઈ રહ્યા છે. યાદ રહે કે ભારતની સેનામાં ભારતની રક્ષામાં શીખ રેજીમેન્ટનું બહુ જ મોટું યોગદાન છે. એવા કેટલાય ગામોના ગામ છે કે જ્યાં દરેક ઘરમાંથી એક દિકરો સેનામાં છે. પંજાબને નશાખોર બનાવીને યુવાઓને શારીરિક અને માનસિક કક્ષાએ કમજાર કરીને આવા યુવાનોને સેનામાં ભરતી ન કરવામાં આવે ષડયંત્ર અનુસાર પંજાબને ઉડતા પંજાબ બનાવીને હવે ફરીથી પંજાબના હિરોમાં આતંકવાદના બીજ વાવવાના પ્રયાસોને શરુમાંથી જ ખતમ કરવો પડશે.
પંજાબને ભારતથી અલગ કરી ખાલિસ્તાન બનાવવા પાછળ પાકિસ્તાન જ છે અને અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ બતાવી ચીન ભારતનાં ભાગલા પાડવા ચાહે છે. એક ભારતને આતંકવાદ-નકસલવાદમાં ઉલઝાવી રાખી કમજાર કરવાવાળી શક્તિઓને ઝડબાતોડ જવાબ આપવો પડશે. પંજાબમાં ચાહે કોંગ્રેસની સરકાર હોય પણ તેમાં સત્તાને વચ્ચે લાવ્યા સિવાય અખંડ ભારતને ખંડિત થવાથી બચાવવામાં કેન્દ્ર સરકારની અહમ ભૂમિકા હોય છે. એવામાં ભલે કોંગ્રેસની સરકાર પરેશાન થાય એવું માનીને અગર કોઈ ચાલશે તો નુકશાની આખરે ભારતે જ ભોગવવાની રહેશે. પંજાબમાં ડેરા પર થયેલા હુમલાને સંગીન માનીને તેના મૂળ સુધી તપાસ થાય. જેથી પંજાબને કોઈ આંચ ન આવે.(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY