પુલવામાં આતંકી હુમલા પછી ભારતે બાલાકોટમાં જે એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં ભારતના લડવૈયા પાયલોટ અભિનંદનને પાકિસ્તાનના એફ ૧૬ પ્રકારનું યુદ્ધ વિમાન તોડી પાડ્યુ હતું. ભારતની વાયુસેનાએ એફ ૧૬ યુધ્ધ વિમાન ના કેટલાક ઉપકરણો બતાવીને કહ્યું હતું કે ખરેખરમાં ભારતના અભિનંદન ને જુના યુદ્ધ જહાજ મિરાજ ૨૦૦૦ થી પાકિસ્તાનના અતિઆધુનિક એફ ૧૬ યુધ્ધ વિમાન પાડી દીધું હતું. ભારતમા બાલાકોટ એલ સ્ટ્રાઈકને લઈને બહુ જ ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસ સહીત અન્ય પક્ષો એ બાબતની સાબિતીઓ માગી રહ્યા છે કે બાલાકોટ હુમલામાં કેટલા આતંકી માર્યા ગયા હતા. ભા.જ.પા.ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો હતો કે ૨૫૦ થી લઈને ૩૦૦ આતંકી માર્યા ગયા હતા. જાકે વાયુસેનાએ તે અંગેનો કોઈ આંકડો જાહેર કર્યો ના હતો વાયુસેનાએ એવું કહીને પોતાને વિવાદથી દૂર રાખ્યા કે અમે નક્કી કરેલ નિશાન પર હુમલો કર્યો છે. લાશો ગણવાનું કામ અમારું નથી. ભારતમાં પુરાવા રાજનીતિ અત્યારે પણ ચાલી રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ એક અહેવાલમાં એવું બતાવ્યું છે કે અમેરિકાએ પાકિસ્તાનને જે એફ ૧૬ વિમાન આપ્યા હતા તે બધા સલામત છે. અને કોઈપણ એફ ૧૬ વિમાન ગુમ નથી થયું.
અમેરિકાના એક મેગેઝિન ફોરેન પોલીસીએ અમેરિકાના સૈન્ય અધિકારીના હવાલા થી એ દાવો કર્યો છે કે પાકિસ્તાનની પાસે હાજર એફ ૧૬ વિમાનમાંથી એક પણ ગુમ થયું નથી. પાકિસ્તાનને આ વિમાન અમેરિકાએ આપેલા છે. આ અહેવાલ ભારતના દાવાથી બિલકુલ ઉલટ સુલટ છે. આની પહેલા અમેરિકાના નાસાએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતે અંતરિક્ષમાં જે સેટેલાઈટ તોડી પાડ્યું છે તેના ટુકડાઓથી ખતરો પેદા થઈ ગયો છે. જોકે અમેરિકાના પેન્ટાગોને એવું કહ્યું છે કે આ પ્રકારના ટુકડાઓ અંતરિક્ષમા પોતાની રીતે બળીને ખાક થઈ જાય છે. એટલે એવું કહેવામા આવે કે અમેરિકા ભારતને ડરાવવાની કોશિશ તો નથી કરી રહ્યુંને….?
જ્યાં સુધી એફ ૧૬ વિમાન બાબતની વાત છે તેમાં અમેરિકાએ હવે ભારત પર શંકા વ્યક્ત કરી છે કે ભારતે કોઈપણ એફ ૧૬ વિમાન તોડી પાડયુ નથી. અમેરિકાએ ભારત સરકાર કે માનો કે વડાપ્રધાન મોદીની સરકારને ચેલેન્જ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમયે ચૂંટણી સમયમાં મીડિયાથી માહિતગાર થઈ રહ્યા છે અને તમામ બાબતોના જવાબ આપી રહ્યા છે. ત્યારે કોઈ એક મુલાકાત માં અમેરિકાને આ વાતનો જવાબ પણ આપી દે કે અમેરિકા ખોટું છે. ભારતના પાયલોટ અભિનંદને ખરેખરમાં એફ-૧૬ વિમાનને તોડી પાડ્યું હતુ. ભારતે એ પણ જાવું પડશે કે ચૂંટણીના ખરા સમયે મોદીના મિત્ર અમેરિકા દ્વારા આ પ્રકારની વાતો શા માટે ફેલાવવામાં આવી રહી છે.? શું ભારતની વાયુસેનાએ જે ભંગારના ઉપકરણ બતાવ્યા હતા તે એફ ૧૬ ના ન હતા.? અમેરિકા પાકિસ્તાનને સારું લગાડવાને બદલે જે વાસ્તવિકતા છે તે દુનિયા સમક્ષ રજૂ કરે. ભારતને જે કરી બતાવ્યું છે તે સાચું છે તેમા કોઈ બે મત નથી. આખરે અમેરિકા પોતાના મિત્ર મોદી ની ઉપર શા માટે શંકા કરી રહ્યું છે…..?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





