સ્પેસ સ્ટ્રાઈક ચુટણી સમયમા મતદારો ઉપર પ્રભાવ પાડવા માટે કરવામા આવી….?

0
8

ભારતે અંતરિક્ષમાં એન્ટી સેટેલાઈટ મિસાઈલ ટેકનિકનો ઉપયોગ કરી એક અન્ય સેટેલાઈટ ને તોડી પાડીને દુનિયાની સ્પેસ ક્લબમા પોતાનો સિક્કો જમાવી દીધો છે. નરેન્દ્ર મોદીએ જો ચૂંટણીઓ પહેલા ટેકનિકનો ઉપયોગ કરવાનો નિર્દેશ કર્યો હોત તો સોને પે સુહાગા કહેવામાં આવેત. ભારત પાસે આ ટેકનીક ૨૦૧૨થી ઉપલબ્ધ હતી. પરંતુ તેનો ઉપયોગ અત્યાર સુધી એટલા માટે કરવામાં ન આવ્યો કે આમાં એક સેટેલાઈટને નષ્ટ કરવો પડે. જાહેર છે કે કરોડો રૂપિયાના ખર્ચ પછી આકાશમાં મોકલવામાં આવેલ સેટેલાઈટ કોઈને કોઈ કામમાં આવે કે ના આવે. તેને નષ્ટ કરવાથી અંતરિક્ષમાં કચરો થાય છે. આ એક અલગ વાત છે કે વડા પ્રધાને ચુટણીઓ જાહેર થયા પછી આ ટેકનિકનો ઉપયોગ કરીને ભારતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. અને તેની જાહેરાત કરવામાં આવી તેમણે સરકારી માધ્યમ દુરદર્શન કે આકાશવાણી રેડિયો નો ઉપયોગ ના કર્યો. પરંતુ એ સૌ કોઇ જાણે છે કે ચુટણીના સમયે સામાન્ય મતદાતા પ્રભાવ પાડવા માટેજ આવું કરવામાં આવ્યું. વિરોધ પક્ષે ચુંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી. ચૂંટણીપંચે તપાસ કરવા માટે એક કમિટીની રચના કરી. કમિટીએ પોતાનો ફેંસલો સંભળાવ્યો કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ ભાષણ આદર્શ આચાર સહિતાનો ભંગ નથી અને વડાપ્રધાને તેને માટે કોઈ સરકારી મશીનરીનો ઉપયોગ પણ નથી કર્યો. બની શકે છે કે તેમણે સરકારી મશીનરીનો ઉપયોગ નથી કર્યો. પરંતુ જે મિસાઈલ છોડવામાં આવી અને જે સેટેલાઈટ તોડી પાડવામાં આવ્યો તે સરકારી પૈસાથી જ બન્યો હતો. ચૂંટણી પંચની વિરૂદ્ધ વિરોધ પક્ષ દ્વારા એ આરોપ લાગી રહ્યા છે કે સ્વતંત્ર ચૂંટણી પંચ કઠપૂતળી બનીને કામ કરી રહ્યું છે. આ ચૂંટણી પંચમા એક સમય હતો ટી.એન.સેશાન પણ નિયુક્ત હતા તેમણે ચૂંટણી પંચના નિયમોને એટલી કડકાઈથી લાગુ કર્યા હતા કે મોટા મોટા નેતાઓ પણ તેમનાથી ડરતા હતા. એમ કહી શકાય કે પરીદા ભી પર નહીં માર શકતા. પરંતુ એ સમયના ચૂંટણી પંચમા અને આજના ચુંટણી પંચમાં જમીન-આસમાનનો ફરક દેખાઇ રહ્યો છે.
અંતરિક્ષમા સેટેલાઈટ તોડી પાડવો અને તે ટેકનિકનો ઉપયોગ ચૂંટણીના સમયે કરવો. જેમને આ ટેકનીકનો આવિષ્કાર કર્યો તે વૈજ્ઞાનિકોને કે સરકારી સુરક્ષા એજન્સીના બદલે વડાપ્રધાન દ્વારા આની જાહેરાત કરવી અને તેનો શ્રેય લેવો. એ બતાવે છે કે મતદાતાઓને પ્રભાવિત કરવા માટે જ દેશના નામથી સંબોધન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ એક કઠપૂતળી છે એવું ફરી એકવાર સાબિત થઈ ગયું છે. વિરોધ પક્ષે જે આરોપ લગાવ્યા હતા તે ફરી એકવાર લાગી રહ્યા છે કે લાગશે. ચૂંટણી આયોગ ને એટલીબધી સત્તા મળી છે કે તે વડાપ્રધાનને પણ આદેશ આપી શકે છે. પરંતુ એવું પણ દેશને જાવું પડે છે કે વડાપ્રધાનની રેલી પૂરી થયા સુધી ચૂંટણી પંચને રાહ જાવી પડી હોય. અહીં રેલી ખતમ અને ત્યાં ચૂંટણીપંચ જાણકારી આપવાનું શરૂ કરતું હોય તેવા પણ બનાવ બન્યા છે. વડા પ્રધાન સર્જીકલ સ્ટ્રાઈક,એર સ્ટ્રાઈક પછી સ્પેશ સ્ટ્રાઈકનો ઉલ્લેખ ચૂંટણીમાં કરી-કરીને પોતાની સરકારની ઉપલબ્ધિ ગણાવી રહ્યા હોય તો એ સાફ છે કે સામાન્ય મતદાતા પર પ્રભાવ નાખવાને માટેજ આ ટેકનિકનો ચૂંટણીના સમયમાં જ ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ કઠપૂતળી સમાન ચૂંટણી પંચએ ક્લીનચીટ આપી ને કહ્યું કે આમાં કોઈ આચારસંહિતાનો ભંગ નથી થયો. કાશ ટી.એન.સેશાન હોતે તો એસા નહિ હોતા.!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY