રાજકીય પક્ષોને ફંડ આપવાને માટે મોદીજીની સરકારે એક અનોખો રસ્તો કાઢ્યો છે. સરકારી બેંકમાં પૈસા આપીને ચૂંટણી બોન્ડ લઈ લો અને રાજકીય પક્ષોમાં વહેચી દો. બેંકને ખબર છે કે કોણે આ ચૂંટણી બોન્ડ ખરીધ્યા છે. પરંતુ ભારતના સામાન્ય મતદાતા કે જેમના વોટ લેવાને માટે એટલી બધી મહેનત કરવી પડે છે. જુદા જુદા પક્ષોને તે એક દિવસના રાજા સમાન મતદાતાને આની ભણક પણ ના લાગે. તેને કાનો કાન ખબર પણ ન હોય કે ભાજપા-કોંગ્રેસ સહિત ક્્યા પક્ષોને કોણે વહેચ્યા છે….! એવું નથી કે કોઈ નેતાએ આવુ ચૂંટણી સભામાં કહ્યું હોય. ભારત સરકારના સૌથી મોટા અધિક વક્તાએ સૌથી મોટી અદાલતમાં ઓન રેકોર્ડ કહ્યું કે રાજકીય પક્ષોને ફંડ આપવા વાળાના નામ કે તેને જાણકારીથી મતદાતાને કાઈજ લેવાદેવા નથી. મતદાતા એ જાણીને શું કરશે કે કોણે કયા પક્ષ ને કેટલા આપ્યા છે…..! વાહ રે વાહ ભાજપાની સરકાર અજબ તેરી માયા ગજબ તેરા ખેલ…..! મતદાતા નો કીમતી અને પવિત્ર વોટ લઈને ચૂંટણી નૈયા પાર કરીને સરકાર બનાવવી છે. અબજા ખરબોનો ખર્ચ કરવો છે. પરંતુ પોતાના પક્ષને કોણે કેટલો ફાળો આપ્યો તેની જાણકારી નથી આપવી…..! આ પારદર્શક સરકાર છે શું…..?
એ તો ભલુ થાય સુપ્રીમ કોર્ટનુ કે જેણે અધિવક્તાની દલીલો નકારીને આદેશ આપ્યો કે કોણે કેટલો ક્યા પક્ષને ફંડ આપ્યો તેની જાણકારી ચૂંટણીપંચને આપે. આ જાણકારી ચૂંટણીપંચ પછી કોર્ટ દ્વારા સામાન્ય લોકો સુધી પણ પહોંચે કે દાણી અદાણી, અંબાણી યા કોઈપણ કંપનીએ કે પેઢીએ કયા પક્ષ ને કેટલા આપ્યા. એ મતદાતા પણ જાણી શકે અને કોને વોટ આપવો તે પણ નક્કી કરી શકે. જાહેર છે કે ભા.જ.પા અને અન્ય પક્ષોને ફંડ દેવાવાળી કંપનીઓ ભારતની જ છે. એટલું જ નહિ સરકાર તો એ પણ પ્રાવધાન કરવાનું ચાહે છે કે વિદેશી કંપનીઓ પણ ભારતના રાજકીય પક્ષો ને ફંડ આપી શકે. વિદેશી કંપનીઓને ભારતમાં એકલા રોકાણની મનાઇ હતી. હવે વિદેશી કંપનીથી પણ ફંડ જોઈએ. એવું પ્રાવધાન તો હજુ નથી થયું પરંતુ નહી થાય તેની કોઈ ગેરંટી નથી.
સરકારે કોર્ટમાં કહ્યું કે બોન્ડથી રાજકીય ફંડમાં પારદર્શકતા આવશે. આ રોકડ નો વિકલ્પ છે અને રકમ આપવાવાળાના નામ બેંકને ખબર છે. માનો કે બેંક ને ખબર છે પરંતુ બેંક કોઈને આ નામ નહીં આપે એવું પણ એક પ્રાવધાન કરવામાં આવ્યું છે તે સરકાર બતાવતી નથી…..? બેંકને નામની ખબર છે તો જાહેર કરે. બેંક વાળા મોટી મોટી લોન લેવાવાળાના નામ પણ ના બતાવે અને હવે ચૂંટણી બોન્ડ લેવાવાળા ના પણ નામ ઉપર પડદો નાખી દે તો આમાં પારદર્શકતા ક્યાં છે….? બેંકને ખબર છે પરંતુ ભારતના મતદાતાઓને ખબર નથી. લોકશાહીમાં મતદાતા અગત્યના છે તેના વગર લોકશાહી જ નથી. સામાન્ય મતદાતાનો એક વોટ મેળવવાને માટે નેતાઓ વિમાનોમાં ઉડી રહ્યા છે. હેલિકોપ્ટરો મા ઉડતા રહે પરંતુ પક્ષોને કોણે કેટલા પૈસા આપ્યા એ જાણકારી મતદાતાઓને નહી આપે…..? આખરે શા માટે સરકારના નામ પોતાની છાતીથી ચિપકાવીને (છુપાવીને)રાખવા માંગે છે….? મતદાતા મોટા કે ફંડ દેવાવાળા….? લાગે છે કે ભા.જ.પા સહિત તમામ પક્ષો માટે મતદાતા ની કિંમત ફક્ત વોટ લેવા સુધીજ સિમીત છે.
મતદાતા, તારી આટલીજ કિંમત કે બોલી લગાવી છે રાજકીય પક્ષોએ. સમજી લો, સંભાળી લો, તમારું મહત્વ ફક્ત અને ફક્ત તમારા વોટથીજ છે. પક્ષોને ફંડ અંગે પૂછવાનું તારું કામ નથી, તારું નામ નથી, નામ તો ફક્ત લીલી નોટ આપવાવાળાના નામ લખ્યા છે પક્ષોની તિજારીમાં. તમે ફક્ત વોટ આપો અને નીકળી જાવ….! બસ આ જ તમારું મહત્વ છે….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




