ન્યુ દિલ્હી,તા.૧૩
ઘરના છોકરા ભૂખ્યા મરે અને પાડોશીને બીરિયાનીપએવો તાલ મોદી સરકારમાં સર્જાયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં કુલ રૂ.૭ લાખ કરોડની બેડલોન માફ કરવામાં આવી છે પરંતુ તે પૈકીની ૮૦ ટકા બેડ લોનો પાછલા પાંચ વર્ષમાં મોદી સરકારમાં રાઈટ ઓફ કરી દેવામાં આવી છે. આજે દેશ ભયંકર નાણાકીય તંગી ભોગવી રહ્યો છે અને અર્થતત્રં ખાડે ગયું છે.
આરબીઆઈના આંકડાઓ પરથી આ ધડાકો થયો છે. બેન્કોને ડૂબતી બચાવવા માટે સરકાર એક તરફ કરદાતાઓના રૂપિયાથી એમને પુંજી ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ આવી છે તો બીજી બાજુ બેન્કોએ લોન પાછી નહીં આપનારા લોકોના કરજને મોટાપાયે રાઈટ ઓફ કરી દીધા હતા. ડિસેમ્બર–૨૦૧૮ સુધી સમા થયેલા ત્રિ–માસિક ગાળા સુધી બેન્કોએ ૧,૫૬,૭૦૨ કરોડ રૂપિયાના બેડ લોનને રાઈટ ઓફ શ્રેણીમાં નાખી દીધા છે.
આ રીતે પાછલા ૧૦ વર્ષેમાં બેન્કોએ સાત લાખ કરોડ રૂપિયાની બેડ લોન રાઈટ ઓફ કરી દીધી છે. રિઝર્વ બેન્કના તાજા આંકડાનો આ રિપોર્ટ ભારે ચોંકાવનારો છે. રાઈટ ઓફનો સીધો–સાદો અર્થ એવો છે કે બેન્કો પાસેથી લેવામાં આવેલી જે લોન ચૂકવી ન શકાય તેને બેન્કોએ બેલેન્સશીટમાંથી હટાવી દીધી છે.
રૂ.૭ લાખ કરોડની આ બેડલોન પૈકીની ૮૦ ટકા બેડ લોનો પાછલા પાંચ વર્ષમાં એટલે મે મોદી સરકારના શાસનમાં રાઈટ ઓફ થઈ છે એટલે કે બેન્કોના અબજા રૂપિયાના પૂંઠા કરી નાખવામાં આવ્યા છે. અંતિમ પાંચ વર્ષ એટલે કે એપ્રિલ–૨૦૧૪ બાદના ગાળામાં આ ૮૦ ટકા બેડ લોનો માફ કરવામાં આવી છે. એક અખબાર તરફથી દાખલ થયેલી અરજીના જવાબમાં રિઝર્વ બેન્કે આ ખુલાસા કર્યા છે. રિઝર્વ બેન્કે એવી માહિતી પણ આપી છે કે એપ્રિલ–૨૦૧૪ બાદથી રાઈટ ઓફ કરવામાં આવેલી લોનની કુલ રકમ અંદાજે ૫,૫૫,૬૦૩ કરોડ રૂપિયા થવા જાય છે.
બેન્કના સૂત્રોએ એવી માહિતી આપી છે કે વ્યકિતવિશેષના કેસમાં કરજ લેનાર લોકો અને રાઈટ ઓફ થયેલ લોનની રકમ વિશે વધુ જાણકારી નથી. બેન્કો એવો દાવો કરે છે કે રાઈટ ઓફ કરવામાં આવ્યા છતાં રકમની રિકવરીનો પ્રયાસ તો ચાલું જ રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



