અમદાવાદ,તા.૨
થોડાંક દિવસ પહેલાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાંથી ગુજરાત ATS એ ૧૫ કરોડની કિંમતના ૫ કિલોગ્રામ હેરોઈનના જથ્થા સાથે બેની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી હતી. સલાયા ડ્રગ્સકાંડમાં આજે ચોંકાવનારું આતંકવાદ કનેકશન ખૂલ્યું છે. ATS એ આ ડ્રગ્સકાંડમાં સંડોવાયેલા રાજુ દુબઇની નેપાળથી ધરપકડ કરી છે. કહેવાય છે કે જૈશ-એ-મોહમ્મદ સાથે મળી રાજુએ ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનો કારસો રચ્યો હતો.
ડ્રગ્સકાંડમાં સંડોવાયેલો રાજુ દુબઇ અમદાવાદ ઘણી બધી વખત આવતો હતો. કહેવાય છે કે ઊંઝાના ટ્રાન્સપોર્ટરોનો હેરોઇનની હેરાફેરીમાં ઉપયોગ થતો હતો. ઊંઝાના જીરૂની આડમાં બીજા રાજ્યમાં ડ્રગ્સ મોકલાતું હતું. કહેવાય છે કે રાજુ દુબઇ જૈશ-એ-મોહમ્મદ સાથે મળી ષડયંત્રને અંજામ આપતો હતો.
ચાર મહિના અગાઉ પાકિસ્તાનથી ૧૦૦ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો આવ્યો હતો. જેમાં ૯૫ કિલોગ્રામ જથ્થો અન્ય રાજ્યમાં મોકલી દેવાયો હતો. ડ્રગ્સની આ દાણચોરીમાં આતંકવાદી સંગઠ્ઠનો સાથે સાંઠગાંઠની શકયતા છે અને હજી વધુ આરોપીઓ ઝડપાશે, એમ એટીએસએ જણાવ્યું હતું.
ગુજરાત ATS એ માહિતીના આધારે સલાયા, દેવભૂમિ દ્વારકાથી અઝીઝ અબ્દુલ ભાગડની ધરપકડ કરી હતી. તેની પાસેથી ઊંચી ગુણવત્તાનો પાંચ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૧૫ કરોડ થવા જાય છે, એમ એટીએસના સ્પે.કમિશનર હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


