ત્રીજા નોરતે ૧૨ ઓક્ટોબરના રોજ દહેજ-ઘોઘા રોરો ફેરી શરૂ થશે : રૂપાણી

0
6

સુરત,તા.૨
સુરતની નવી ઓળખ સમા કેબલ બ્રિજ સાથે ૮૨૫ કરોડના પ્રોજેક્ટના લોકાપર્ણ-ખાત મુર્હુત કરતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ૧૨ ઓક્ટોબરના રોજ ત્રીજા નોરતાથી હદેજથી ઘોઘા રોરો ફેરી શરૃ થશે તેવી જાહેરાત કરી હતી. સુરત મ્યુનિ.ની કામગીરીના વખાણ કરતાં તેઓએ દેશની તમામ મહાનગરપાલિાકમાં સુરત અગ્રેસર રહે તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે તેમ પણ કહ્યુ હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધીને ૧૫૦મી જન્મ ય જયંતિએ યાદ કરતાં તેઓએ કહ્યુ હતું કે હવે સ્વચ્છ ભારતનું સપનું સાચું બની રહ્યુ છે.
સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલા કેબલ બ્રિજના લોકાપર્ણ બાદ સંજીવ કુમાર ઓડિટોરીયમ ખાતેના કાર્યક્રમામં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ સુરતને બ્રિજની નગરી ગણાવી હતી. તેઓએ કહ્યુ હતું કે બ્રિજ એટલે જાડવાનું કામ કરે છે. સુરત બ્રિજની નગરી હોવાથી તે પણ લોકોને જાડવાનું કામ કરી રહી છે. તેઓએ મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યુ હતું કે બાપુએ આઝાદી કરતાં પણ સ્વચ્છથા પસંદ કરી હતી બાપુના આ સપનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પુરૃ કરી સફાઈ અભિયાન ચલાવી રહ્યાં છે તેમાં લોકો પણ જાડાઈ રહ્યાં છે.
સુરતની સભામા એક મહત્વની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે, સુરત નજીકના દહેજથી ઘોરો સુધીની રોરો ફેરી સર્વિસ શરૃ થઈ રહી છે. આ રોરો ફેરી સર્વિસના કારણે લોકો માત્ર મુસાફરી કરશે તેવું નહીં પોતાન બાઈકથી માંડીને મોટા વાહનો પણ લઈ જઈ શકશે.
સુરત, ભરૃચથી પોતાના વાહનો સાથે લોકો દરિયાયી સફરનો પણ આનંદ માણી શકશે. આ સર્વિમા લોકો ટ્રકમાં પણ સામાન લઈને મુસાફરી કરી શકશે તેવી સુવિધા ઉભી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
સુરતના વિકાસ અંગે તેઓએ કહ્યુ હતું કે સુરતનો ડી.પી. અને બાકી રહેલી ટી.પી. સ્કીમ પણ ઝડપભેર પુરી થાય તેવી કામગીરી પણ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. ઉપરાંત ૩૧ આક્ટોબરના રોજ સરદાર પટેલની દુનિયાની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાપણ કરાશે તેમ કહ્યુ હતું.
સુરતની તાપી નદી પર બનેલા કેબલ બ્રિજનું લોકાપર્ણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કર્યું હતું. લોકાપર્ણ બાદ સમારંભમાં મુખ્યમંત્રીએ ત્રીજા નોરતાથી દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ શરૃ કરવાની પણ જાહેરાત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY