માંગરોળ ગામમાં નજીવી બાબતે આધેડ વ્યક્તિ પર ફટકાથી હુમલો

0
7

ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા
સુરત, તા.૨૪
માંગરોળ ગામના નવી નગરી ફળીયામાં રહેતી મહિલા મજુરના પિતા પર લાકડાના ફટકા વડે હુમલો કરી શરીરે ઈજા પહોંચાડી એક ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૨૪, ૩૨૩ તથા ૫૦૪ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ નવી નગરી ફળીયામાં અનિતાબેન રાકેશભાઈ વસાવા રહે છે. તેઅો છુટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પૂર્વે બપોરના સુમારે મજુર મહિલાના પિતા ચતુરભાઈ સુખાભાઈ વસાવા પોતાના ઘરમાં ન્હાવા બેઠા હતા. ત્યારે આ વિસ્તારમાં રહેતાં પીરૂભાઈ શિવાભાઈ વસાવાએ નજીવી બાબતમાં તેમની સાથે ઝઘડો કરી લાકડાના ફટકા વડે પિતા ચતુરભાઈના માથાના ભાગે મારી ગંભીર ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત ચતુર વસાવાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચતુરભાઈની પુત્રી અનિતાએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY