કાલથી ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડની પરીક્ષા રાજ્યભરમાં સુરતના વિદ્યાર્થીઓ સૌથી વધુ

0
5

સુરતના કુલ ૫૨૬ શાળા ભવનોના ૮૧ કેન્દ્ર પર બોર્ડ પરીક્ષા અંગે પોલીસનો બંદોબસ્ત
સુરત, તા. ૬
આવતીકાલથી ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને બોર્ડની સાથેડ વાલીઓ પણ સજ્જ થઈ ગયા છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૧.૬૬ લાખ જેટલા પરીક્ષાર્થીઓ સુરતમાંથી પરીક્ષા આપશે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મળતી માહિતી મુજબ આવતીકાલથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આગામી ૧૫ દિવસ સુધી વિવિધ વિષયોની પરીક્ષા થશે તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૧.૬૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ સુરતમાંથી નોîધાયા છે. સુરતમાં ૫૨૬ બિલ્ડિંગોમાં ૮૧ કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત ઉપરાંત નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ-દિવસ અને ભરૂચમાંથી મળી કુલ ૩.૬૦ લાખ જેટલા વિદ્યાર્થીo પરીક્ષા આપશે.
બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ આખુ વર્ષ મહેનત કરતા હોય છે, પરંતુ પરીક્ષાના દિવસો વિદ્યાર્થીઓના આગામી શૈક્ષણિક ભવિષ્ય માટે ખૂબ જ મહત્વના હોય છે વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ ચિંતા વધી જતી હોય છે. પરીક્ષાર્થીઓ દ્વારા હળવા મૂડમાં પરિણામની ચિંતા કર્યા વગર પરીક્ષા આપવી જાઈએ. તેવુ શિક્ષણ શાસ્ત્રીઓ કહે છે. આ પરીક્ષા માત્ર ટકાવારી મેળવવા માટેની હોય છે. જીવનની સાચી પરીક્ષા ત્યારબાદ શરૂ થતી હોય છે તેથી પરીક્ષાર્થીઓએ કોઈપણ પ્રકારની ચિંતા કે હતાશા વગર પરીક્ષા આપવાની. પરીક્ષા આપવા જતા પહેલાં જરૂરી હોલ ટિકિટ લેવાનું ભૂલતા નહીં સમય કરતા વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોîચવા માટે ઘરેથી વહેલા નીકળવાનું રાખવુ જેથી રસ્તામાં ટ્રાફિક સમસ્યાથી બચી શકાય છે. વહીવટી તંત્ર બોર્ડ પરીક્ષા માટે સજ્જ છે. આવતીકાલથી ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ થવા જોઈ રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY